આ પાણીને પીવાથી શરીર અંદરથી થઇ જાય છે સાફ, થાક અને નબળાઈ પણ થશે દુર

આજે આપણે વાત કરીશું  મગની દાળ અને તેના પાણી વિષે. આ દાળ ખુબ જ સરળતાથી પચી જાય છે. આ દાળ માં  દરેક પ્રકારના પોષક તત્વો રહેલા છે જેમ કે વિટામીન, મેગ્નીઝ, પોટેશિયમ , મેગ્નેશિયમ અને મિનરલ્સ વગેરે હોય છે. આ માટે આ દાળ દરેક માટે ખુબ જ ફાયદાકારક હોય છે. દાળ નું પાણી પણ ખુબ જ ફાયદા કારક છે આવી જાણીએ આના વીશે. અને એ પણ જાણી લઈએ કે આ પાણી કઈ રીતે તૈયાર થાય છે.

મગ ની દાળ નું પાણી બનાવવું એકદમ સરળ છે આ પાણી બનાવવા માટે મગની દાળ ને પ્રેશર કુકર માં નાખી દો. અને તમે જે નોર્મલ દાળ બનાવો ત્યારે જેટલું  પાણી નાખતા હોય તેના કરતા થોડું પાણી વધુ ઉમેરો.  અને નોર્મલ દાળ માં જેટલી સીટી મારો છો તેના કરતા બે     સીટી વધુ મારો આ દાળ ને ચડવા દેવા માંટે . આવું કરવાથી દાળ સરસ ગળી જશે અને દાળ માં રહેલા દરેક પોષક  તત્વો પાણી માં આવી જશે.

આ પાણી ખુબ જ ફાયદા કારક છે. આ પાણી માં ફાયબર અને એન્ટી ઓક્સીડેટ તત્વો ભરપુર માત્રા માં રહેલા છે. આ પાણી પીવાથી શરીર ના આતરડા ખુબ જ સારી રીતે સાફ થઇ જાય છે. અને આ સાથે શરીર માં રહેલી ગંદકી ને સાફ કરવા માટે પણ આ પાણી ખુબ જ મહત્વ નું ભૂમિકા બજાવે છે.

આ પાણી માં પ્રોટીન,રેજીસ્ત્રેડ સ્ટાર્ચ અને બહુ બધા મિનરલ્સ અને વિટામીન હોય છે. આ દાળ માં  બીજી બધી જ દાળ કરતા વધુ   પોષક તત્વો   રહેલા છે. મગ ની દાળ બહુ  તેજી થી કેલેરી  ઘટાડે છે. જેના લીધે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પણ આ દાળ દ્વારા     ભરપુર માત્રા માં   ઉર્જા મળી રહે છે. જેના લીધે ન જમવા છતાં પણ નબળાઈ આવતી નથી અને તમારું શરીર મજબુત જ રહે છે.   આ સાથે જે લોકો બહુ જાડા થઇ ગયા હોય તેઓ પણ પાતળા થવા માટે આ પાણી પી શકે છે. આવું કરવાથી સ્પીડ માં વજન ઘટે  છે.

Comments

comments


3,324 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 36