આઝાદીને આટલા વર્ષ પછી પણ આ રેલ્વે ટ્રેક છે અંગ્રેજોના અન્ડરમાં…

આમ તો આપણને આઝાદ થઈને 71 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ આજે પણ આપણી એક વસ્તુ અંગ્રેજોના કબજામાં છે. કદાચ તમારામાંથી બહુ જ ઓછા લોકોને આ વાત ખબર હશે કે, મહારાષ્ટ્રમાં એક એવી રેલવે લાઈન છે, જેના પર અધિકારિક રીતે ઈન્ડિયન રેલવેનો હક નથી અને તેના સંચાલનની જવાબદારી બ્રિટનની એક પ્રાઈવેટ કંપનીની પાસે છે.૧ (2)

ભારતમાંથી જ થઈને ભારતીય ન હોનારા આ રેલવે ટ્રેક પર શકુંતલા એક્સપ્રેસ નામની એકમાત્ર પેસેન્જર ટ્રેન ચાલે છે. કહેવાય છે કે, યવતમાલથી મૂર્તિજાપુરની વચ્ચે બનેલી આ નેરો ગેઝ લાઈનની શરૂઆત બ્રિટિશ રાજમાં થઈ હતી. એ એવો સમય હતો, જ્યાં તમામ ટ્રેનોનું સંચાલન ગ્રેટ ઈન્ડિયન પેનિન્સુલર રેલવેના હાથમાં હતું. તે ઉપરાંત મધ્ય ભારતમાં ચાલનારી ટ્રેનોની જવાબદારી પણ આ જ કંપનીની પાસે હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, 1952માં રેલવેના રાષ્ટ્રીયકરણ દરમિયાન આ ટ્રેક બેધ્યાન થઈ ગયું હતું. તેથી આજે પણ આ લાઈન પર ગ્રેટ ઈન્ડિયન પેનિન્સુલર રેલવેનો માલિકાના હક છે.૨ (2)

શકુંતલ રેલવેની સ્થાપન 1910માં બ્રિટિશ પ્રાઈવેટ ફર્મના કિલિક નિક્સન દ્વારા કરવામાં આવી હતી. અંગ્રેજોના રાજમાં રેલ નેટવર્ક ફેલાવવાનું કામ પ્રાઈવેટ ફર્મ કરતી હતી. કંપનીએ બ્રિટિશન ગર્વમેન્ટની સાથે જોઈન્ટ વેન્ચર પર કામ કરવા માટે સેન્ટ્રલ પ્રોવિંસ રેલવે નામની કંપનીની સ્થાપના કરી હતી. આજે પણ શકુંતલા રેલવે તરફથી નેરોગેજ ટ્રેકનો જ ઉપયોગ કરવામાં આવી છે. યવતમાલથી અમરાવતી જિલ્લાના અચલપુર સુધી 190 કિલોમીટરની દૂરી પાર કરવામાં અંદાજે 20 કલાકનો સમય લાગી જાય છે. જેનું ભાડુ 150 રૂપિયા છે. આ રુટ પર ટ્રેન માત્ર દિવસમાં એકવાર જ ચાલે છે.

લગભગ 100 વર્ષ જૂની 5 ડબ્બાની આ ટ્રેન 70 વર્ષ સુધી 1921માં માન્ચેસ્ટરમાં બનેલ જેએડી સ્ટીમ એન્જિનથી ચાલતી હતી. તેન બાદ 1994માં આ એન્જિનની જગ્યાએ ડીઝલ એન્જિન લગાવી દેવામાં આવ્યું હતું. આ રેલવે લાઈનને ઉપયોગ કરવા માટે ભારતીય રેલવેને દર વર્ષે અંદાજે 1 કરોડ રૂપિયા બ્રિટિશ કંપનીને ચૂકવવાના થાય છે. નેરોગેજ ટ્રેકનો ઉપયોગ યવતમાલથી મુંબઈ રેલવે લાઈન સુધી કપાસ પહોંચાડવામાં કરવામાં આવે છે અને ત્યાંથી કપાસને માન્ચેસ્ટર ડિલીવર કરવામાં આવે છે. આ ટ્રેનને ગ્રામીણોની નવજીવન રેખા પણ કહેવામાં આવે છે.૩ (2)

તો બીજી તરફ, 2016માં તત્કાલીની રેલ મંત્રી સુરેશ પ્રભુએ નેરો ગેજને બ્રોડગેજમાં બદલવા માટે 1500 કરોડનું બિલ પાસ કર્યું હતું. જેથી આ રેલવે ટ્રેક ભારતીય રેલવેના આધીન આવી શકે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તમારા બીજા મિત્રો સાથે આ માહિતી અચૂક શેર કરજો.

Comments

comments


5,062 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 8