અમુલ ચીઝ – હવે બનાવો બહાર જેવુ જ ચીઝ પણ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો સાથેની રેસીપી જોઈને ..

હેલો મિત્રો આજે આપણે બનાવીશું આપણા સૌનું ફેવરીટ અમુલ ચીઝ. એ પણ થોડી જ મીનીટમાં. અમુલ જેવું જ ચીઝ ઘરે બનાવવું ખુબ જ સરળ છે. તેમજ ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બની જાય છે. આ ચીઝ બાળકો માટે ટેસ્ટી ની સાથે સાથે ખુબ જ હેલ્થી પણ બને છે. જેથી બાળકો ને પસંદ હોય તેટલું ચીઝ તેમને આપી શકાય છે. આ ચીઝ ને પીઝા ચીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘરે જયારે પણ પીઝા બનાવો ત્યારે હવે બહાર થી ચીઝ લેવાની પણ જરૂર નહિ પડે. આ રીત થી તમે ચીઝ પણ ઘરે જ બનાવી શકશો. ચીઝ બનાવવાની આ સૌથી સરળ રેસીપી છે. આ રીત ફોલો કરી ને ચીઝ બનાવશો તો ૧૦૦% અમુલ જેવું જ ચીઝ બનશે.

સામગ્રી

  • · ૧/૨ લીટર દૂધ,
  • · ૧ લીંબુ,
  • · ૨ ચમચી ઘી,
  • · સ્વાદ અનુસાર નમક.

રીત

ચીઝ ઘરે બનાવવું ખુબ જ સરળ છે. તેના માટે પેહલા પનીર બનાવવું પડશે. તો પેહલા પનીર બનાવવા માટે આપણે દૂધ લઈશું.

1

ત્યાર બાદ લીધેલા દૂધ ને ખુબ જ ઉકળવા દેવું. દૂધ ઉકળી જાય એટલે તેમાં ૨ થી ૩ ટીપા લીંબુ ના રસ ના ઉમેરવા. જેથી દૂધ ફાટી જશે.

ત્યાર બાદ તેને એક કોટન ના કપડા માં વિતોળી અને પાણી નીતરવા માટે મૂકી દેવું.

2

ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી ફ્રીઝ માં સેટ થવા માટે મૂકી દેવું. તેને સેટ થવા માટે ૨થી૩ કલાક જેટલો સમય લાગશે. તો હવે આપણું પનીર તૈયાર છે. જેનો ઉપયોગ આપણે ચીઝ બનાવવામાં કરીશું.

3

હવે એક મિક્ષ્ચર નું નાનું જાર લઈશું. તેમાં તૈયાર કરેલા પનીર ને હાથ વડે મસળી ને ઉમેરીશું. ત્યાર બાદ તેમાં ઘી ઉમેરીશું. અને ત્યાર બાદ સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેવું.

4

હવે તેને મિક્ષ્ચરમાં ક્રશ કરી લેવું. તો હવે તમે જોઈ શકો છો આપણી પાસે ખુબ જ સરસ અને ક્રીમી ચીઝ થઇ ગયું છે.

5

હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું. તમારે જે પણ સેપ(આકાર) નું ચીઝ બનાવવું હોય તેવા બાઉલ માં તેને કાઢી શકો છો.

6

હવે ચીઝ ને સેટ થવા માટે બાઉલ માં મૂકી દઈશું. તેને ૨થી૩ કલાક જેટલો સમય સેટ થવા માટે થશે.

7

હવે આપણું ચીઝ સેટ થઇ ગયું છે. તો ચકુ ની મદદ થી તેને બાઉલ માંથી કાઢી લઈશું.

8

તો હવે આપણું ખુબ જ સરસ અને ક્રીમી ચીઝ તૈયાર થઇ ગયું છે.

9

હવે આપણે ચીઝ ખમણવાની ખમણી વડે તેને ખમણી જોઈશું. આ ચીઝ પણ અમુલ ચીઝ ની જેમ જ ખમણી શકાશે.

10

નોંધ

ચીઝ બનાવવા માં હમેશા પનીર નો જ ઉપયોગ થતો હોય છે. તો ચીઝ બનાવતા પેહલા હમેશા પનીર જ બનાવવું પડેછે. જો તમારી પાસે સમય અન હોય તો તમે તૈયાર પનીર નો પણ ઉપયોગ કરી શકો છો.

ગર્લિક ફ્લેવર નું ચીઝ પનણ માર્કેટ માં મળતું હોય છે. તો જયારે મિક્ષ્ચરમાં બધી સામગ્રીઓ ક્રશ કરતા હોઈએ ત્યારે થોડું લસણ(ગર્લિક)ઉમેરી તેની ફ્લેવર પણ ચીઝ માં આપી શકાય છે.

રેસીપીનોં વીડિયો જોવા ક્લિક કરો :

રસોઈની રાણી : મેઘના સચદેવ ( જૂનાગઢ )

Comments

comments


5,803 views

Leave a Reply

Your email address will not be published.


1 × 3 =