આલું સેવ નો સ્વાદ માણો ઘરે

આલૂ સેવ

સામગ્રી :-

૫૦૦ ગ્રામ બટાકા
બેસન
૧/૨ ટી સ્પૂન સફેદ મરી પાવડર
મીઠું સ્વાદ અનુસાર
ચાટ મસાલો
તળવા માટે તેલ

રીત :-

સૌપ્રથમ બટાકાને બાફી લો. છાલ કાઢીને તેને ખમણી વડે છીણી નાખો જેથી તેના માવામાં કોઈ પણ ગાંઠ ના રહે. હવે તેમાં બેસન ઉમેરતા જાવ અને મસળતા રહો, ઢીલો લોટ બંધાય તેટલો બેસન ભેળવો અને પછી તેમાં મીઠું અને તીખાશ માટે સફેદ મરી પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. ( મરી પાવડરને મેંદાની ચાળણીથી ચાળીને ઉપયોગમાં લેવો જેથી સેવ પાડતી વખતે સંચાના કાણામાં મરીની કણીઓ ફસાય નહીં.)

હવે એક કડાઈમાં તેલને ગરમ કરવા મૂકો, તેલ એકદમ ગરમ થાય ત્યાર પછી જ તેમાં સેવ પાડો. અને તળતી વખતે ગેસને ધીમો ના કરવો. તેલ સહેજ પણ ઠંડુ ન પડે તેનું ધ્યાન રાખવું. તળાઈ જાય એટલે બહાર કાઢી ગરમ હોય ત્યાં સુધીમાં તેના પર ચાટ મસાલો છાંટી લો.

સરસ મજાનો ટેસ્ટી નાસ્તો તૈયાર થશે. થો…ડોક વધુ તેલ વાળો પણ બહારના પેકેટવાળા નાસ્તા કરતા તો સો દરજ્જે સારો..

Comments

comments


8,099 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 20