એક એવો દેશ કે જ્યા ૩૧ ડીસેમ્બરના રોજ જન્મેલા બાળક બિજા દિવસે થઈ જાય છે ૨ વર્ષના, જાણો શા માટે

મિત્રો આજે આપણે વાત કરીશુ દક્ષિણ કોરિયા ના વિસ્તાર દેઇજિઓન મા ૩૧ ડિસેમ્બર , ૨૦૧૮ ના રોજ જન્મેલ બાળકી લિડોન્ગ લીક ની. જ્યારે આ બાળકી નો જન્મ થયો ત્યારે તેના સગા-સંબંધીઓ એ તેઓ ને અભિનંદન આપ્યા તથા ત્યારબાદ ના બીજા દિવસે પણ તેઓ ને શુભકામનાઓ પાઠવવા ની શરૂઆત થઈ ગઈ. કેમ કે આજ રોજ આ બાળકી બે વર્ષ ની થઈ ગઈ. તમને જાણી ને આશ્ચર્ય થશે. પણ આ હકિકત છે.

કોરીયન સંસ્કૃતિ અનુસાર વ્યક્તિઓ ની વય ગણવા માટે ની પધ્ધતિ કઈક અલગ જ છે. જ્યારે કોઈ ને ત્યા શિશુ નો જન્મ થાય છે ત્યારે તે શિશુ એક વર્ષ ની વય ધરાવે છે એવી માન્યતા છે તથા આ વ્યક્તિ ની વય તેમના જન્મ દિવસ ની વર્ષગાઠ ના બદલે નવા વર્ષે વધી જાય છે.

આ પ્રણાલી અનુસાર જે શિશુ નો જન્મ ૩૧ ડિસેમ્બર ના રોજ થયુ હોય તે શિશુ ૧ જાન્યુઆરી ના રોજ બે વર્ષ નુ થયેલ ગણવા મા આવે છે. આ પધ્ધતિ મુજબ કોરિયા ના લોકો ની વય પશ્ચિમી રીત અનુસાર એક થી બે વર્ષ વધારે હોય છે. દક્ષિણ કોરીયા મા વ્યક્તિઓ આ પ્રણાલી નો વિરોધ કરે છે.

ત્યા વસતા વ્યક્તિઓ નુ કહેવુ એવુ છે કે આવી પ્રાચિન પ્રણાલિ ને લીધે વય નુ બેવડાપણુ પુર્ણ કરવુ જોઈએ અને જે પ્રણાલિ વૈશ્વિક સ્તરે લાગુ પડેલ છે તેવી જ રીતે વય ગણાવી જોઈએ. હાલ ના સમય મા અહી નિવાસ કરતા લોકો બે વય ને આધારે જીવન પસાર કરે છે.

આ પ્રણાલી મા ફેરફાર કરવા માટે કોરિયા ની સંસદ મા આગામી માસ મા એક દરખાસ્ત આપવા મા આવી રહી છે. આમ જોવા જઈએ તો આ પ્રણાલી મુજબ વય નક્કી કરવા ની શરૂઆત ચીન મા શરૂ કરવા મા આવી હતી. ત્યારબાદ કોરિયાએ પણ તેનુ આંધળુ અનુકરણ ચાલુ કરેલ.

ચીન તથા જાપાન જેવા દેશ મા આ પ્રણાલી નાબૂદ પણ થઈ ગઈ છે.
માનવી ની આ રીતે વય નક્કી કરવા ની પ્રણાલી પૂર્વ એશિયા ના દેશો મા તથા ચીન અને જાપાન મા પણ શરૂ કરવા મા આવી હતી. ત્યારબાદ પરિવર્તીત થતા સમય ને આધારે આ દેશો એ આ પરંપરા ને પણ નાબૂદ કરવી પડી. ફકત ને ફક્ત કોરિયા જ વય ગણવા ની આ પ્રણાલી નો ઉપયોગ કરી રહ્યુ છે.

Comments

comments


3,370 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 5