કોમેડી ફેક્ટરી દ્વારા અમદાવાદમાં યોજાયેલ કોમેડી નાઇટ આઇટમાં લોકો પેટ પકડી હસ્યા

હાસ્ય રસપાન કરાવવાના હેતુથી કોમેડી ફેક્ટરી દ્વારા તારીખ 5 સપ્ટેમ્બરે રાત્રે ગુજરાતી નાઇટ આઉટનું રંગીન આયોજન કરવામાં આવ્યુ હતુ.પંડીત દિનદયાલ ઉપાધ્યાય ઓડીટોરીયમમાં યોજાયેલ આ નાઇટ આઉટમાં અંત સુધી લોકો પેટ પકડીને હસ્યા હતા.કોઇ પણ વાતમાં કોમેડી કરવાની મનન દેસાઇની અનોખી હાસ્યકળાઓ દર્શકોને હાસ્ય રસમાં તરબોળ કરી દીધા હતાIMG-20180906-WA0026.કાર્યક્રમની શરુઆત ગુજરાતના લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહીલના મધુર સ્વરથી થઇ હતી.ત્યારબાદ ઇન્ડીયન આઇડલ ફેમ ભૂમિ ત્રિવેદી અને પાર્થિવ ગોહિલના કોરસે લોકોનું મનડુ ડોલાલી દીધુ હતુ.IMG-20180906-WA0018આ સાથે જ વ્હાલમ આવોને સુપર હીટ તેના ગાયક જીગરદાન ગઢવીના લાઇવ પર્ફોમન્સે કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો.IMG-20180906-WA0015ગુજરાતી ગાયકોની સાથે પર્દાપાછળ રહીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને એક નવા મુકામ પર લઇ જનાર ચહેરાઓ નાઇટ આઉટમાં જોવા મળ્યા હતા.જેમાં સુપરહીટ ફિલ્મ રેવાના ચેતન ધાનાણી(મુખ્ય હિરો),રાહુલ ભોલે(પ્રોડ્યુસર) અને (ડીરેક્ટર)વિનીત કનોજીયા તેમજ શું થયુ?IMG-20180906-WA0015

ની ટીમ,લવની ભવાઇના રાઇટર નેહલ બક્ષી અને મિતાઇ શુક્લ  તે મજ આવનાર ફિલ્મ મિત્રો અને વેન્ટીલેટરની આખી ટીમે દર્શકોને જલસો કરાવ્યો હતો.IMG-20180906-WA0016મનન દેસાઇએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સાથે કોમેડી ડીસકસન કરીને અને ઇમ્પ્રોવ્ઝ કોમેડી ગેમ રમાડી લોકોને ખડખડાટ હસાવ્યા હતા.IMG-20180906-WA0021કોમેડી વીથ મનન દેસાઇ બાદ કોમેડી ફેક્ટરીના દીપ વૈદ્યે કોમેડી ગેમ્સ રમાડી હતી.જેમાં પબ્લીક દ્વારા આપવામાં આવતા ડોયલોગ ઉપર મિત્રા ગઢવી,દિક્ષા જોષી અને આર્જવ ત્રિવેદીએ ઇન્સન્ટ એકટીંગ કરી હતી.IMG-20180906-WA0022 પછી  ક્રિએટર્સ ઓટલા પર મિત્રોની ટીમના જેકી ભગનાની,પ્રતિક ગાંધી,શિવમ પારેખ,કૃતિકા કામરા તેમજ કોમેડી ફેક્ટરીના ઓજસ રાવલ,ચિરાયુ મિસ્ત્રી,ઓમ ભટ્ટ આ સિવાય ઇશા કંસારા અને સંવેદનાએ રોસ્ટ કર્યુ હતુ.એટકે કે બધાએ એક બીજાની બજાવીને ઓડીટોરીયમને ખિલખિલાટ હસાવ્યો હતો.IMG-20180906-WA0012અંતમાં પાર્થિવ ગોહિલે આવનાર ફિલ્મ વેન્ટીલેટરનું લોકમુખે રમતુ ગીત “ઓ મારી અંબા”નો સૂર છેડ્યો હતો.જેમાં આ કાર્યક્રમની આખી ટીમે સ્ટેજ ઉપર જ ગરબાની રમઝટ રેલાવી હતી.ગુજરાતી કલ્ચરને કોમેડી અદામાં રજૂ કરનાર આ ગુજરાતી નાઇટ આઉટમાં લોકો અંત સુધી હસ્યા હતા અને બધો થાક ઉતરી ગયો, મઝા પડી ગઇના સંવાદ સાથે ઓડીટોરીયમની બહાર નીકળ્યા હતા.

1.પાર્થિવ ગોહીલ અને ભૂમિ ત્રિવેદીના સુરીલા સૂરે લોકોને ડોલાવ્યાIMG-20180906-WA0041

2.વ્હાલમ આવોને ગીતના રાઇટર-નીરેન ભટ્ટ

3.ગુજરાતી નાઇટ આઉટના મંચ પર કોમેડી ફેક્ટરી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા કલાકારો

4.લોકો પેટ પકડી હસાવતા મનન દેસાઇIMG-20180906-WA0047

5.કલાકોરોમે રોસ્ટ કરતા આર્ટીસ્ટ ઓજસ રાવલ

6.મિત્રો અને વેન્ટીલેટર ફિલ્મના હિરો પ્રતિક ગાંધીIMG-20180906-WA0050IMG-20180906-WA0020

7.વ્હાલમ ફેમ જીગરદાન ગઢવીએ મોગલ આવે ગીત પર સૌને ડોલાવ્યા.

સંકલન : ખ્યાતિ બાજપાઈ જૈન

Comments

comments


3,648 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 7 =