એક એવી ટેકનીક, જેના દ્વારા ઉનાળામાં ચલાવો અનલીમીટેડ AC, જીંદગીભર વીજળીનુ બીલ નહી આવે

મિત્રો , હાલ ઉનાળો કાળઝાળ ગરમી વરસાવી રહ્યો છે અને આ ગરમી નો તાપ એટલો ભયજનક હોય છે કે જો તમે એ.સી કે કૂલર ચાલુ ના કરો તો તમે ઘર મા પણ ના રહી શકો. બધા એવુ ઈચ્છે છે કે તેમની ઓફીસ થી લઈ ને તેમના ઘર સુધી એ.સી. ની ઠંડક મળતી રહે જેથી તેમને ગરમી સહન ના કરવી પડે. પરંતુ સમસ્યા એ છે કે આખો દિવસ એ.સી. ચાલુ કરવા ના લીધે વીજળી નુ બીલ વધારે આવે છે. જેથી , મોટા ભાગ ના લોકો એ.સી. ખરીદવા નુ ટાળતા હોય છે.

જો તમે પણ આ કેટેગરી મા આવો છો કે જે એ.સી ની ઠંડક તો મેળવવા ઈચ્છે છે પરંતુ વીજળી ના બીલ થી બચવા માંગે છે. તો હાલ તમારા માટે સોલાર એ.સી નો એક શ્રેષ્ઠ વિકલ્પ રજુ કરવા જઈ રહ્યા છીએ. આ એ.સી ની સૌથી મોટી વિશેષતા એ છે કે તમે તેને ગમે તેટલુ વાપરો પરંતુ , વીજળી નુ બીલ નહી આવે. વર્ષ ૨૦૧૭ ના સમયગાળા મા સૌપ્રથમ વખત એક કંપની દ્વારા હાઈબ્રીડ સોલાર એ.સી. લોન્ચ કરાયુ હતુ. જે ફાઈવ સ્ટાર રેટીંગ છે.

કંપની એવુ માને છે કે આ એરકંડિશન સંપૂર્ણ રીતે હાઈબ્રીડ છે. તેમજ સોલાર ઉર્જા પર કાર્યરત રહે છે એટલે કે આ એ.સી ચલાવવા માટે તામારે વીજળી ની આવશ્યકતા નહી પડે એટલે કે વધારા ના વીજળી ના બીલ ના ઝંઝટ મા થી મુક્તિ. આ ઉનાળા ની ગરમી ને દૂર કરવા તથા તેના થી રક્ષણ મેળવવા માટે આ એ.સી શ્રેષ્ઠ વિકલ્પ છે.

સોલાર પેનલ થી પ્રાપ્ત થાય છે ઉર્જા :
કંપની દ્વારા આ એરકંડિશન ની સાથોસાથ સોલાર પ્લેટ્સ તથા ડીસી થી એસી કન્વર્ટર આપવા મા આવે છે એટલે કે તમારે તેના માટે પણ કોઈ જુદો ખર્ચ કરવો પડતો નથી. આ પેનલ કોઈ પણ સંજોગો મા કાર્ય કરી શકે છે તથા તેનુ મેન્ટેનન્સ પણ ઓછુ આવે છે. કંપની એ આ એસી ને બે જૂદી-જૂદી કેપેસીટી ધરાવતા મોડેલો મા લોન્ચ કર્યુ છે. આ એ.સી મા ૧ ટન તથા ૧.૫ ટન ના એ.સી પ્રાપ્ત થાય છે. હાલ માર્કેટ મા એવી પુષ્કળ કંપનીઓ છે જે સોલાર એ.સી નુ વેચાણ કરે છે.

એ.સી મા સોલાર પ્લેટ્સ ને એવી રીતે ગોઠવવા મા આવે છે કે જેના લીધે તેના પર સૂર્ય ના કિરણો પડી શકે. આ ઉપરાંત ડીસી બેટરી ની સહાયતા થી તેમા કરંટ ઉત્પન્ન કરવા મા આવે છે અને ત્યાર બાદ એ.સી કન્વર્ટર ની સહાયતા થી ઠંડી હવા મેળવી શકાય છે. આ એ.સી નો મેન્ટેનન્સ ખર્ચ અન્ય એ.સી ની સાપેક્ષ મા ખુબ જ ઓછો હોય છે. હવે તમને એવો વિચાર આવતો હશે કે જો આ એ.સી આટલુ જ લાભદાયી છે તો તેનો ઉપયોગ ઈલેક્ટ્રીક એ.સી ની સાપેક્ષ મા ઓછો કેમ થાય છે ?

તેનુ સૌથી મહત્વ નુ કારણ છે આ એ.સી પાછળ ખર્ચવા મા આવતુ મૂલ્ય. ૧ ટન સોલાર એ.સી લેવા માટે તમારે અંદાજીત ૯૦ હજાર થી ૧ લાખ સુધી નો ખર્ચ કરવો પડી શકે. જો કે આ એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. આ પછી તમારે કોઈપણ પ્રકાર નો ખર્ચ કરવો પડશે નહી. જો ઈલેક્ટ્રીક એ.સી નુ મૂલ્ય જાણીએ તો તેના ૧ ટન એ.સી નુ મૂલ્ય અંદાજિત ૩૦-૪૦ હજાર રૂપિયા જેટલુ હોય છે. અને તે પછી વીજળી નો ખર્ચ લાવે તે અલગ થી.

પરંતુ એક વસ્તુ તમને જણાવી દઈ એ કે આ એ.સી ફક્ત સોલાર એનર્જી પર કાર્યરત રહેશે. રાત્રે આ એ.સી ચાલશે નહી તેના માટે તમારે બેટરી નો અલગ થી ખર્ચ કરવો પડી શકે છે. જે પૂરી રાત એ.સી ને ચાલુ રાખી શકે. કંપની એવો દાવો કરે છે કે આ એ.સી એક વખત લીધા બાદ તમે ૨૫-૩૦ વર્ષ સુધી મફત મા ઠંડી હવા લઈ શકો.

Comments

comments


4,045 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 7 =