આ રિક્ષા ડ્રાઈવર નીકળ્યો કરોડપતી, એવડું મોટું ઘર લીધુ કે ઇન્કમટેક્સ વાળા પણ દંગ રહી ગયા

બેંગ્લોર માં ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ એ એક ઓટો ડ્રાઈવરની સંપતિ ને ખુલી પાડી છે. આ ડ્રાઈવર પાસે હજારો કે લાખો માં નહિ પણ કરોડો માં સંપતિ છે. આ ડ્રાઈવર એ હમણાં જ એક 2 કરોડ ની વિલા ખરીદ્યો છે એ પણ રોકડા પૈસા આપી ને આ જોઈ અને ઇન્કમ ટેક્સ વાળા પણ હેરાન રહી ગયા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના એક રીપોર્ટ અનુસાર આ રિક્ષા ડ્રાઈવર નું નામ નલુરલ્લી સુબ્રમણી છે. તે એક સામાન્ય રિક્ષ ચાલક છે અચાનક એમની પાસે એટલી બધી પ્રોપ્ટી આવી ગઈ કે  તેમણે હાલ 2 કરોડ નો વિલા ખરીદ્યો.

આ વિલા ખરીદતા જ આ રિક્ષા ચાલક ઇન્કમ ટેક્ષ ની નજર માં આવી ગયો. બધા ઓફિસર પણ એમની આ દોલત જોઈ અને હેરાન રહી ગયા. ઇન્કમ ટેક્ષ દ્વારા રિક્ષા ચાલક ને એક નોટીસ મોકલવામાં આવ્યું. અને એમની વિલા માં છાપા માર્યા. સામે આ રિક્ષા ચાલક નું કારણ પણ હેરાન કરી દે એવું હતું. તેણે કારણ આપ્યું કે એક અમેરિકા ની મહિલા દ્વારા તેની કિસ્મત બદલી ગઈ. તે મહિલા ને એક વાર આ રિક્ષ ચાલક એ તે વિલા ભાડે અપાવ્યું હતું પણ જયારે તે મહિલા જતી રહી. તો તેની કરોડો ની દોલત તે મહિલા એ આ રિક્ષા ચાલક ના નામ એ કરી.

આ ઘટના બની પછી રિક્ષા ચાલક એ રિક્ષા ચલાવવાનું મૂકી દીધું. વધુ માં તેણે કહ્યું કે તેની તરક્કી થી ઘણા બધા લોકો ખુશ નથી માટે તેને ફસાવી રહ્યા છે. આ વિલા તેણે ખરીદ્યો તે નું બધું જ પેમેન્ટ કેસ માં કર્યું. સામાન્ય રીતે લોકો લોન લે છે આવી ડીલ કરવા માટે. તેના ઘર માં રેટ પાડવા માં આવી ત્યારે 7 કરોડ જેટલા કેસ મળ્યા તેના ઘર માં.

આ માણસ તેનો એક બીજો બીઝનેસ પણ કરે છે તે રિક્ષા ચાલકો ને ઉચા વ્યાજ દરે લોન આપે છે. આ શિવાય તે અમુક સરકારી દલાલો સાથે જોડાયેલ છે  જે સરકારી પ્રોપર્ટી ઉપર કબજો કરી અને તેને વધુ પૈસા માં વેચે છે. અમુક રાજકારણીઓ ના પણ એમની સાથે સબંધ હોવાનું મનાય છે.

Comments

comments


3,388 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 3