જાણો દુનિયાની સૌથી મોટી શુઝ બનાવી Adidas કંપની વિષે…
* શુઝ બનાવતી Adidas દુનિયાની ટોપ કંપની માંથી એક છે. એડીડાસ સ્નિકર્સ (શુઝ) સિવાય સ્પોર્ટ્સ ની વસ્તુઓ, બેગ, ચશ્માં, ઘડિયાળ, શર્ટ અને કપડા બનાવતી બ્રાંડ છે. Adidas કંપની જર્મની ની કંપની છે. Adidas સ્પોર્ટ્સ નો દરેક સામાન બનાવે છે.
* Adidas યુરોપ માં થતા ખેલ નો બધો જ સામાન પૂરી પાડતી સૌથી મોટી કંપની છે. એડીડાસ ની પ્રતિસ્પર્ધી કંપની પુમા અને નાઈક છે. નાઈક પછી આ બીજા નંબર ની સૌથી મોટી બ્રાંડ છે.
* Adidas ના શુઝ ના લોકો કેઝ્યુઅલ માં પહેરવા, રનીંગ (દોડ), ફૂટબોલ, ક્રિકેટ, ગોલ્ફ, બાસ્કેટબોલ, રગ્બી, જીમ્નાસ્ટીક, સ્કેટબોર્ડીંગ, ટેનીસ અને લેક્રોસ ઉપરાંત અન્ય ખેલ માં ખેલાડીઓ આને પહેરે છે.
* Adidas ના માલિક ની સ્ટોરી બહુ દિલચસ્પ છે. Adidas કંપની ને બે ભાઈઓ એ બનાવી છે. કંપની બની તે પહેલા તેના માલિક એટલેકે બે ભાઈઓ બાથરૂમ માં બેસીને શુઝ બનાવતા હતા. ૨૦ વર્ષીય મોટા ભાઈનું નામ એડોલ્ફ દેસલર (Adolf ) અને નાના ભાઈ નું નામ રૂડોલ્ફ (Rudolf) છે.
* Adidas ના મુખ્ય સ્પોટ શુઝ ને એડોલ્ફ દેસલર એ બનાવ્યા છે. આ ભાઈઓ એ ક્યારેય વિચાર્યું નહિ હોય કે તેમની બ્રાંડ આખી દુનિયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી દેશે.
* ભાઈઓ નો લક્ષ્ય એવો હતો કે પૂરી દુનિયા ના દરેક ખેલાડીઓ તેમના શુઝ પહેરીને રમે. પણ તેમનો આ લક્ષ્ય પૂરો ન થયો. પણ, એવો એક પણ ખેલ નથી જેમાં એડીડાસ નું નામ ન જોડાયેલ હોય. બાથરૂમ થી બ્રાંડ શરુ કરનાર ભાઈઓ ખેલાડી સાથે મળીને શુઝ અંગે સલાહ લેતા થયા. સલાહ લીધા પછી ૧૯૫૨માં દુનિયાના પહેલા ‘સ્પાઈક્સ શુઝ’ બનાવ્યા. પછી શું, આ શુઝ લોન્ચ કર્યા બાદ જ આ એક બ્રાંડ બની ગઈ.
* ૧૯૨૭માં માં બંને ભાઈઓ એ પોતાનું કારખાનું ખોલ્યું.
* કંપની ની લોકપ્રિયતા ત્યારે વધી જયારે ૧૯૨૮માં એમ્સ્ટર્ડ ઓલમ્પિક માં ખેલાડીઓ એ એડોલ્ફ ના શુઝ પહેર્યા. ત્યારબાદ ૧૯૩૬ના ઓલમ્પિક માં બર્લિન મઇજેસીન ઓવેશે આ શુઝ પહેરીને ચાર વખત ગોલ્ડ મેડલ જીત્યું.
* જેમ જેમ પોતાની કંપની સારી ચાલવા લાગી તેમ બંને ભાઈઓ બીઝનેસ માંથી પણ અલગ થઇ ગયા અને મોટા ભાઈએ (એડોલ્ફ) બીજી બ્રાંડ બનાવી.
* શુઝ ની બીજી મોટી બ્રાંડ Puma છે, જે એડીડાસ ના મોટા ભાઈ એટલેકે એડોલ્ફ ની બ્રાંડ છે. એડીડાસ સાથે વિભાજન બાદ Puma સાથે જ રૂડોલ્ફ ની ટક્કર (કોમ્પિટીશન) થવા લાગી.
* એડોલ્ફ નું મૃત્યુ ૬ સપ્ટેમ્બર, ૧૯૭૮માં થયું જયારે રૂડોલ્ફ નું મૃત્યુ ૨૭ ઓક્ટોબર, ૧૯૭૪માં થયું. બંને ભાઈઓ ને એક જ કબ્રસ્તાન માં દફન કરવામાં આવ્યા છે.
* Football ગેમ ની દુનિયામાં હાલના નેતા Adidas ને જ માનવામાં આવે છે.