જેમની આજે ૨૮ મી જુને બર્થ ડે છે એવા ફિલ્મ ‘છેલ્લો દિવસ” ના વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવનાર અને આ ફિલ્મમાં વિકીડો બનીને ચાહકોનું દિલ જીતનારો મલ્હાર ઠાકર.વાત કરીએ, ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની તો આ ફિલ્મ 20 નવેમ્બર 2015એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે આપણને ખૂબ હસાવ્યા, એના મેકર્સને કમાણી કરાવીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મલ્હાર ઠાકર જેવો ફ્યૂચર સુપરસ્ટાર આપ્યો.
મલ્હાર ઠાકર ગુજરાતી નાટકો દ્વારા આગળ આવેલા અભિનેતા છે. ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ખૂબ પોપ્યુલર થયેલા મલ્હાર ઠાકરે “છેલ્લો દિવસ” પછી પાછુ વળીને જોયુ નથી. વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવી છે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય એક્ટર: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે કે ઢોલીવૂડમાં અત્યારે સૌથી લોકપ્રિય એક્ટર મલ્હાર ઠાકર છે. ‘છેલ્લો દિવસ’, ‘પાસપોર્ટ’, ‘થઈ જશે’, ‘શું થયું’, ‘શરતો લાગુ’ અને ‘લવની ભવાઈ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી જનતાને મનોરંજન પૂરું પાડનાર મલ્હાર ઠાકરનો જન્મ તારીખ 28 જૂન, 1990ના રોજ ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં અને ઉછેર અમદાવાદમાં થયો છે.
અમદાવાદની આ સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું શિક્ષણ અમદાવાદની નવરંગ સ્કૂલમાં 10માં ધોરણ સુધી અને ત્યારબાદ શેઠ સી એન વિદ્યાલયમાં ધોરણ 11-12માં આર્ટ્સનો અભ્યાસ કરનાર મલ્હાર ઠાકરે કોલેજનું શિક્ષણ મુંબઈથી મેળવ્યું. મુંબઈમાં અનેક ગુજરાતી નાટકોમાં એક્ટિંગ કર્યા બાદ ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કરનાર મલ્હાર ઠાકર આજે એક ગુજરાતી એક્ટર તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.બાળપણથી જ એક્ટર બનવા માગતો હતો. આજે અમે તમને ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર વિશેની કેટલીક એવી વાતો જણાવીશું કે તે જાણીને તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. તમે કદાચ નહીં માનો પણ મલ્હાર ઠાકર બાળપણથી જ એક્ટર બનવા માગતો હતો, તે જ્યારે નવરંગ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે નાટક અને ડાન્સ જેવી એકિટંગ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતો હતો. આ સિવાય સાહિત્યના વિષયો જેવા કે અંગ્રેજી અને ગુજરાતીમાં ક્લાસમાં સૌથી વધુ માર્ક્સ લાવનાર મલ્હાર ઠાકર ખૂબ સારો વોલીબોલ અને હેન્ડબોલ પ્લેયર રહી ચૂક્યો છે.
કેટલી ફિલ્મો કરી? ફિલ્મ “છેલ્લો દિવસ” દ્વારા ખૂબ પોપ્યુલર થયેલા મલ્હાર ઠાકર ને ફિલ્મ નિર્માતાઓ દ્વારા સ્ક્રિપ્ટોની ઘર્ષણની ઓફર કરવામાં આવી હતી, જોકે સારી સ્ક્રીપ્ટ માં માનનાર મલ્હરે તેની ત્રીજી મૂવી પાસપોર્ટ (2016) પર હસ્તાક્ષર કર્યા તે પહેલાં 15 સ્ક્રિપ્ટો ફગાવી દીધી હતી. 2017 માં તેઓ કેશ ઑફ ડિલિવરી અને લવ ની ભાવાઈ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. 2018 માં, તેમણે ગુના નાટક – મિજાજ અને કોમેડી, શુ થયુમાં ભૂમિકા ભજવી હતી?સ્કૂલમાં આ રીતે પ્રખ્યાત હતો મલ્હાર નવરંગ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન મલ્હારે ફિલ્મ ‘લગાન’ના પોપ્યુલર ગીત ‘સુન મિતવા…’ પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યું હતું, મલ્હાર ઠાકરે એટલો સુંદર ડાન્સ કર્યો હતો કે લોકો તેને ‘આમિર ખાન’ કહીને સંબોધિત કરતા હતા! ડાન્સ અને એકિટંગ સિવાય ગરબામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મલ્હાર ઠાકરમાં એક પ્રતિભાશાળી એક્ટર બનવાના બીજ બાળપણમાં જ રોપાઈ ગયા હતા. એકિટંગ સિવાય કવિતા વાંચવા અને લખવાના શોખીન એવા મલ્હારે મુંબઈમાં કપરો સંઘર્ષ કર્યો છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ મલ્હાર.
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી લોકપ્રિય થયેલો મલ્હાર અગાઉ વર્ષ 2012માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં નાની ભૂમિકા ભજવી ચૂક્યો હતો. આ સિવાય સુપરહિટ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ મલ્હાર વર્ષ 2013ના એક એપિસોડમાં જેઠાલાલના મિત્ર પરાગનું પાત્ર ભજવી ચૂક્યો છે. મિડલ ક્લાસ ગુજરાતી પરિવારમાં જન્મેલા મલ્હાર ઠાકરનું બાળપણમાં જોયેલું એક્ટર બનવાનું સપનું આજે પૂરું થયું છે.અભિનયમાં સફળ કારકિર્દી મેળવ્યા પછી તેણે ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ (Ticket Window Entertainment)નામનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે.
તાજેતરમાં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હાર ઠાકરને ફિલ્મ ‘શું થયું’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
તાજેતરમાં ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર. એક તરફ મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ સત્તાવાર રીતે અનાઉન્સ થઈ છે, બીજી તરફ મલ્હારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હાર ઠાકરને ફિલ્મ ‘શું થયું’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ શું થયું એ ચાર મિત્રોની વાત હતી, જેમાં મલ્હાર ઠાકરની સાથે છેલ્લો દિવસના સ્ટાર યશ સોની, આર્જવ ત્રિવેદી અને મિત્ર ગઢવી હતા. તો ફિલ્મમાં કિંજલ રાજપ્રિયા પણ લીડ રોલમાં હતી. આ કોમેડી ફિલ્મ માટે મલ્હાર ઠાકરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.
તેમની નોંધપાત્ર પહેલી સફળ ફિલ્મ: “છેલ્લો દિવસ”
તેમની પહેલી ફિલ્મ : “કેવી રીતે જઈશ” ૨૦૧૨ માં આવેલી જેમાં તેણે વિઝા ઓફીસ માં એક નાનકડો રોલ ભજવેલો
જન્મ તારીખ: 28 જૂન,1990 (ઉંમર 29 વર્ષ)
જન્મ સ્થળ : સિદ્ધપુર
શિક્ષણ: નવરંગ હાઇસ્કૂલ, શેઠ C.N. વિદ્યાલય
પ્રિય ટેનિસ પ્લેયર: રોજર ફેડર
શોખ: કવિતા વાંચનમલ્હાર ઠાકર હવે બનશે ‘સારાભાઈ’ !
મલ્હાર ઠાકરની આગામી ફિલ્મનું નામ ‘સારાભાઈ’ હોઈ શકે છે. ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હારની આગામી ફિલ્મ સારાભાઇનો ફર્સ્ટ લૂક પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ તસવીર જોતાં તમને દેખાશે કે એક તરફ મલ્હાર આખે આખા સીધાં ઊભા છે તો બીજી તરફ તેનું માથું ઊંધું દેખાય છે.
એક નજરે જોતાં એવું લાગશે કે કદાચ ફર્સ્ટ લૂક જાહેર કરતી વખતે સ્ટેન્ડી ઊંધી મૂકાઇ ગઈ હશે, પણ એવું નથી. સારાભાઈ લખેલું છે તે સીધું જ છે. તેથી આ ફર્સ્ટ લૂક દરમિયાન મલ્હારનો ફોટો ઉંધો છે એ સૂચવે છે ફિલ્મમાં મલ્હારનું પાત્ર પણ કંઇક વિચિત્ર હોઇ શકે છે. તેની સાથે જ મલ્હારે ગાંધી સ્ટાઇલના ગોળ કાંચ ધરાવતા ચશ્માં પહેર્યા છે. ફિલ્મમાં પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક છે અને નિરેન ભટ્ટના લિરિક્સ છે.
ઉલ્લેખનીય છે કે શરતો લાગુ બાદ છ મહિનાના બ્રેક પછી મલ્હારે પોતાની નવી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને નીરજ જોશી ડિરેક્ટ કરી રહ્યા છે. નીરજ જોશીની શરતો લાગુ હિટ સાબિત થઈ હતી. નીરજ જોશીની આ અપકમિંગ ફિલ્મમાં મલ્હાર ઠાકરની સામે પૂજા ઝવેરીને કાસ્ટ કરાયા છે. પૂજા ઝવેરી ફિલ્મમાં મલ્હાર સાથે રોમાન્સ કરતા જોવા મળશે. જો કે હજી સુધી ફિલ્મના ટાઈટલ કે સ્ટોરી વિશે કોઈ ખુલાસો નથી થયો.