આજે જ ઘરે ફટાફટ બનાવો ગુજરાતની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ “કચ્છી દાબેલી”, લોકો આંગળા ચાટતા રહી જાશે…

આજે અમે તમારી સાથે એક રેસીપી શેયર કરવા માંગીએ છે. જેનું નામ છે દાબેલી. આમ તો આ દક્ષિણ ભારતીય વાનગી છે, પણ આજે આપણે દાબેલી બનાવતા શિખીશું દાબેલી કેવી રીતે બનાવવી અને તેમાં કઈ કઈ સામગ્રી નો ઉપયોગ થાંઈ છે તેના વિષે જાણીશું.તો ચાલો બનાવીએ દાબેલી.

દાબેલી બનવા માટે ની સામગ્રી:

2-બાફેલા બટેટા

2 બારીક કાપેલા કાંદા

2 બારીક કાપેલા ટામેટાં

1 લીલા મરચા ની પેસ્ટ

100 gram બાફેલા વટાણા

1 ચમચીલાલ મરચું પાઉડર

½ ચમચી હળદર

ગળી ચટણી

લીલી ચટણી

1 વાટકો દાડમના દાણાં

1 વાટકી જીણી સેવ

સ્વાદાનુસાર નમક

દાબેલી શેકવા માટે બટર

વઘાર માટે ધાણા પાવડર, મરી પાવડર, જીરું, તજ વગેરે

દાબેલી બનાવવાની રીત. :-

સૌ પ્રથમ એક વાસણ માં દાબેલીનો મસાલો તૈયાર કરી લઈએ ધાણા પાવડર, લાલ મરચું, મરી પાવડર, લવિંગ, મોટી ઈલાયચી, તજ, જીરુ બધાને તવામાં નાખીને શેકી લો શેકાઈ ગયા બાદ ગેસ બંધ કરી દયો અને મસાલાને મિક્સરમાં ક્રશ કરી લો.

હવે એક કડાઈ લ્યો, તેમાં 2 ચમચી બટર નાખો પછી કાપેલા કાંદા, ટામેટા, લીલા મરચા, આદુ અને હિંગ નાખીને સાંતળો જ્યારે બધી વસ્તુ સાંતળાઈ જાય પછી મસળેલા બટાટા, વટાણા, નાખો. એને સરખી રીતે મિક્સ કરી દેવું પછી દાબેલી નો મસાલો, હળદર અને લાલ મરચું નાખીને હલાવો તો હવે તૈયાર છે તમારી દાબેલી અંદર ભરવાનો મસાલો.

ત્યાર બાદ દાબેલીના મોટા પાવ લઈને, તેને વચ્ચેથી ખોલી તેમાં દાબેલી માટે તૈયાર કરેલો મસાલો ભરવો ઉપર કાંદાના ટુકડા રાખો સાથે જ થોડા દાડમના દાણા જીણી સેવ સિંગ દાણા નાખીને રાખી દો. હવે એક તવા પર માખણ નાખી, પાવને શેકી લ્યો અને બંને તરફ સારી રીતે શેકીને કાઢી લ્યો. પછી ચટણી સાથે ગરમા ગરમ આપો.

Comments

comments


3,457 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 2