અત્યારે આપણે ખાસ કરીને તો ઘરે સાદા પાપડ ખાઇએ જ છીએ. પરંતુ જ્યારે તમે રેસ્ટોરન્ટમા મળતા મસાલા પાપડ એ જોવામા અને ખાવામા એ શાનદાર હોય છે. પરંતું શુ તમને એ ખબર છે કે આ મસાલા પાપડ એ તમે પણ તમારી ઘરે એ સહેલાઇથી બનાવી શકો છો માટે આજે અમે તમારા માટે બિલકુલ એક નવી જ રેસીપી લઇને આવ્યા છીએ કે જે તમને આ એક નવો ટેસ્ટ આપશે માટે તો ચાલો જોઇએ કે કેવી રીતે બનાવાય છે આ ચટાકેદાર મસાલા પાપડ..
મસાલા પાપડ બનાવવાની સામગ્રી
૪ નંગ પાપડ
૨ નંગ ડુંગળી
૨ નંગ ટામેટા
૧ બાઉલ કોથમીર
૨ ચમચી લાલ મરચું
સ્વાદાનુસાર મીઠું
જરૂરિયાત મુજબનુ તેલ
મસાલા પાપડ બનાવવાની રીત
તમારે રેસ્ટોરેન્ટ જેવા જ મસાલા પાપડ બનાવવા માટે આ રીતે મસાલો તૈયાર કરો તેમાં સૌપ્રથમ તમે ધણાભાજી ડુંગળી અને ટામેટાને વ્યવસ્થિત સુધારીને એક બાઉલમા મિક્સ કરી અને હવે તમે એક પેનમા તેલને ગરમ મૂકી દો અને તેલ ગરમ થાય એટલે તેમા તમે પાપડને આછા બ્રાઉન રંગના તળી લો અને પછી તળેલા પાપડને એક પ્લેટમા રાખી અને ત્યાર પછી તમે આ પાપડ પર ઝીણી સુધારેલી ડુંગળી અને ટામેટા અને કોથમીર ને વ્યવસ્થિત ઉપર પાથરી દો અને હવે તેની ઉપરથી લાલ મરચુ અને સ્વાદાનુસાર મીઠુ ઉમેરો બસ તૈયાર છે તમારી ઘરે રેસ્ટોરન્ટ જેવા મસાલા પાપડ