તમારી ઘરે બનાવો હોટેલ જેવા જીરા રાઈસ આ રહી બનાવવાની રેસિપી

મિત્રો, આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ છીએ ત્યારે આપણે જીરા રાઈસ નો સ્વાદ તો અવશ્ય માણીએ છીએ. મોટાભાગ ના ગુજરાતીઓ દાળ-ભાત ના શોખીન એટલે તેને ભોજન મા રાઈસ તો જોઈએ અને જ્યારે પણ આપણે રેસ્ટોરા મા આ જીરા રાઈસ ટેસ્ટ કરીએ છીએ એટલે તેનો સ્વાદ આપણી દાઢે વળગી જાય છે.

પરંતુ , જીરા રાઈસ માટે રોજ-રોજ રેસ્ટોરા ના ચક્કર તો ના કપાઈ. તો હાલ અમે , આપના માટે રેસ્ટોરા સ્ટાઈલ ના જીરા રાઈસ ઘરે બનાવવા ની રેસિપી લાવ્યા છીએ.

જીરા રાઈસ બનાવવા માટે જોઈતી સામગ્રી :
બાસમતી ચોખા – ૧ કપ , જીરુ – ૧ ચમચી , ઘી – ૧ ચમચી , નમક – સ્વાદ મુજબ , બટર – ૧ ચમચી , જીરુ પાવડર – ૧ ચમચી , ઓઈલ – ૧ ચમચી , લીંબુ નો રસ – ૨ ચમચી , જીણી સમારેલી કોથમીર – ૧ ચમચી.

વિધી :
સૌપ્રથમ ચૂલ્લા પર એક કડાઈ મૂકો. ત્યારબાદ તેમા દોઢ લિટર પાણી ઉકળવા માટે મૂકી દેવુ. જેવુ આ પાણી ઉકળવા માંડે એટલે તેમા બાસમતી ચોખા ઉમેરો. આ ચોખા ને બે કલાક પહેલા પાણી મા પલાળી દેવા અને ત્યારબાદ આ પલાળેલા ચોખા મા થી પાણી નિતારી ને કડાઈ મા ઉમેરવા. હવે તેમા સ્વાદ મુજબ નમક ઉમેરો. જેથી ચોખા મા નમક ઉતરી જાય. ત્યારબાદ તેમા ૧ ચમચી ઘી ઉમેરો. જેથી ચોખા એકદમ ચોટે નહી અને ચોખા બફાયા બાદ તેમા થી સારી એવી સુગંધ આવે.

ચોખા ને ૫-૭ મિનિટ ના સમયગાળા માટે ઉકળવા દો. આ સમય દરમિયાન થોડા-થોડા સમય ના અંતરે ચોખા ને ચમચા વડે હલાવવા. જેથી તે છૂટ્ટા રહે. હવે ધીમે-ધીમે ચોખા ઉપર આવવા માંડે એટલે તેનો અર્થ એવો થયો કે ચોખા બફાવા માંડયા. ચોખા બફાયા છે કે નહી તે તપાસવા માટે ચોખા નો દાણો દબાવી ને જોઈ લો. ચોખા ને ૨ કલાક પલાળેલા હોવા થી તેને બફાતા ઝાઝો સમય નહી લાગે.

RICE 3

ચોખા બફાઈ ને તૈયાર થઈ જાય એટલે તેને ચારણી મા કાઢી ને તેમા થી બધુ જ પાણી નિતારી લેવુ. પાણી નિતારી લીધા પછી ચોખા ને એક પાત્ર મા કાઢી ને છૂટા કરી ને મૂકી દેવા. જેથી ચોખા ને ઠંડા થવા માટે સાઈડ મા રાખી દો. હવે એક કડાઈ લઈ ને ગેસ પર ગરમ થવા મૂકવી. આ કડાઈ મા ૧ ચમચી માખણ અને ૧ ચમચી ઓઈલ ઉમેરવુ. માખણ અને ઓઈલ ગરમ થઈ જાય એટલે તુરંત જ તેમા ૧ ચમચી જીરૂ ઉમેરવુ. આ જીરૂ લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તેને સાંતળવા.

RICE 4 RICE 6

હવે આ મિશ્રણ મા ચોખા ઉમેરી દો અને આ મિશ્રણ તથા ચોખા ને વ્યવસ્થિત રીતે મિક્સ કરવા. ત્યારબાદ તેમા થોડુ મીઠુ ઉમેરી ને મિક્સ કરવુ. હવે તેમા જીણી સમારેલી કોથમરી તથા રોસ્ટેડ જીરા પાવડર ઉમેરી ને વ્યવસ્થિત રીતે મિક્સ કરવા. તો તૈયાર છે તમારા રેસ્ટોરા સ્ટાઈલ ના સ્વાદિષ્ટ જીરા રાઈસ. આ રાઈસ તમે દાલ ફ્રાય, પંજાબી કરી, રાજમા તથા છોલે સાથે પણ સર્વ કરી શકો. આ ઉપરાંત રાઈતા સાથે પણ જીરા રાઈસ નુ કોમ્બીનેશન શ્રેષ્ઠ રહે છે. તો તમે પણ આ રેસ્ટોરા સ્ટાઈલ ના જીરા રાઈસ એકવાર અવશ્ય ટ્રાય કરજો.

Comments

comments


3,403 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 4 =