આ રીતે ઘરે બનાવો શીંગ ભજીયા બનશે એકદમ મસાલેદાર અને કડક

શીંગ ભજીયા એક ચટપટો નાસ્તો છે અને આ ચા સાથે કે સાંજે નાસ્તામા બાળકો ને આપી શકાય છે અને આ બાળકોના સ્નેક્સ બોક્સ કે ઓફિસે લઈ જવા માટે પણ સારો છે. અને બજારમા મળતા તૈયાર પેકેટ શીંગ ની અથવા તો લોટની કે મસાલાની ગુણવત્તાનુ કોઈ પ્રમાણ હોતુ નથી. માટે ચાલો ઘરે જ બનાવી લઈએ 15 થી 20 મિનિટમા જ તૈયાર થઈ જાય એવા શીગ ભજીયા.

શીંગ ભજીયા બનાવવા માટે વપરાતી સામગ્રી

૧ કાચા માંડવીના દાણા

૨ હળદર

૩ ચણા નો લોટ

૪ ગરમ મસાલો

૫ ચાટ મસાલો

૬ આમચૂર પાવડર

૭ લાલ મરચુ

૮ ગરમ મસાલો

૯ તેલ

૧૦ ધાણાજીરુ

૧૧ ખાવા ના સોડા

૧૨ સ્વાદ અનુસાર મીઠુ

૧૩ તળવા માટે તેલ

આ છે તેમને બનાવવાની રીત

સૌથી પહેલા એક બાઉલ મા લોટ લઈ ને આ લોટ મા મીઠુ લાલ મરચુ અને હળદર ધાણાજીરુ આ સિવાય ગરમ મસાલો અને આમચૂર હિંગ અને ખાવાના સોડા બધુ જ નાખો.

ત્યાર બાદ બધુ વ્યવસ્થિત મિક્સ કરી લો. અને હવે એમા પાણી ઉમેરો. અને એક સાથે વધારે પાણી નાખવુ નહી. અને એકદમ સ્મૂધ લોટ બનાવો.

બસ પછી એમા કાચી શીંગ નાખો. અને ચમચી થી સરસ મિક્સ કરી લો. ત્યાર બાદ શીંગ પર લોટ નું પળ બની જાવુ જોઈએ. અને જો જરૂર લાગે તો 1 ચમચી પાણી ઉમેરી શકો. એકદમ મિક્સ કર્યા બાદ 1 ચમચી તેલ નાખવુ. અને તેલ નાખ્યા બાદ તેને મિક્સ કરી લેવુ.

હવે તેને તળવા માટે તેલ ગરમ કરી લો અને હવે મસાલો લગાવેલી શીંગ ને હાથથી છૂટી પડે એ રીતે પડતા જાઓ અને ગરમ તેલમા મુક્તા જાઓ. જો આ બધુ કરવુ જેથી મસાલો શીંગ પર થી નીકળી ને હાથમા ચોટી ના જાય.

ગેસ સ્ટવ પર એકદમ ધીમા તાપ પર તળવુ. અને વચ્ચે વચ્ચે ફેરવતા જાઓ જેથી કરી શીંગ ભજીયા એકસરખી રીતે તળાય. અને ફૂલ તાપ પર તળવા થી શીંગ કાચી રહી જશે અને મસાલો ઉપર થી બળી જશે. જયારે કડક થાય એટલે બહાર કાઢી ચાટ મસાલો છાંટી દો.

અહી તમે ચમચીથી કે હાથથી વ્યવસ્થિત મિક્સ કરી લેવાથી શીંગ ગરમ હશે ત્યારે પોચી લાગશે. પણ ઠરશે એટલે એકદમ કડક થઇ જશે. અને ઠર્યા બાદ એર ટાઈટ ડબ્બામા ભરી લો અને પછી ખાઓ એકદમ બહાર થી પણ સરસ ટેસ્ટ મળશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,185 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 5