આ માણસએ રેસ્ટોરન્ટ માં જમાડ્યા ભૂખ્યા ભાઈ બહેનને , બીલ જોઈ અને પછી આંખમાં આવી ગયા પાણી

બીજાની મદદ કરવી એ ખુબ જ સારી બાબત છે. દુનિયામાં એવા ઘણા લોકો હશે જે વાતો કરશે કે સારું બનવું મદદ કરવી પણ બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ બીજાની મદદ કરતા હોય છે. આજે અમે તમને એક એવાજ યુવક વિષે જણાવીશું જેણે બીજાની મદદ કરી આ વાત છે અખીલેસ કુમાર ની. તે થોડા દિવસો પહેલા કેરેલાના એક રેસ્ટોરન્ટ માં જમવા ગયા હતા. અખીલેસ એ જમવાનું ઓર્ડર કર્યું. અને પછી અચાનક તેણે જોયું કે બહાર થી બે ગરીબ બાળકો તેને જોઈ રહ્યા હતા.

અખીલેસ એ આ બાળકો સામે જોયું અને ઈસારો કરી અને બને ને અંદર બોલાવ્યા. બંને બાળકો અંદર આવ્યા તેમાં એક છોકરો અને તેની સાથે તેની નાની બહેન હતી. પછી અખીલેસ એ આ બંને બાળકોને પૂછ્યું કે તેઓ શું જમશે? અખીલેસના સવાલનો જવાબ બાળકો ને ન આપ્યો પણ ટેબલ ઉપર પડેલી થાળી સામે જોયું. અખીલેસ એમની આ વાત સમજી ગયા અને પછી તેણે પોતાની થાળી જેવી જ થાળી ઓર્ડર કરી લીધી.

બાળકો એ જમવાનું શરુ કર્યું એ પહેલા અખીલેસ એ બાળકો ને કહ્યું કે જમ્યા પહેલા હાથ ધોઈ આવો. આ પછી બંને બાળકો એ પેટ ભરી ને જમ્યું. અને પછી તેઓ અખીલેસ સામે જોઈ અને હસ્યા. આ બાળકો એ પેટ ભરી ને જામી લીધું હતું અને તેઓ ચાલ્યા ગયા હતા. આ બાદ અખીલેસ એ પોતાનું જમવાનું પૂરું કર્યું અને બીલ લાવવા માટે કહ્યું પછી તે પણ હાથ ધોવા માટે ગયા. પછી જયારે તેઓ હાથ ધોઈ અને પાછા આવ્યા ત્યારે બીલ જોઈ અને હેરાન થઇ ગયા.

અખીલેસ એ આવું બીલ પહેલા ક્યારેય નહિ જોયું હોય. અને એટલું જ નહિ આવું બીલ તમે પણ ક્યારેય નહિ જોયું હોય. આ બીલની અંદર કોઈ પણ અમાઉન્ટ લખવામાં આવ્યું ન હતું. પણ તેની અંદર એક સંદેશો લખ્યો હતો અને તેમાં એવું લખ્યું હતું કે માણસાઈ ની કોઈ કીમત નથી હોતી.અને એવું લખ્યું હતું જે અમારી પાસે એવું કોઈ મસીન નથી જે માણસાઈ નું બીલ બનાવી શકે. આ વાત અખીલેસ એ પોતાના ફેસબુક માં શેર કરી હતી.

Comments

comments


3,579 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 1 =