તમારા સ્વાસ્થ્યની વાત આવે ત્યારેપહેલો સવાલ તમારા ખોરાક ઉપર આવે છે કે તમે દરરોજ શું ખાવો છો ! આપણે જે પણ કંઈ ખાઈએ છીએ, તેની આપણા સ્વાસ્થ્ય ઉપર સારી અથવા ખરાબ અસર તો થતી જ હોય છે.
અત્યાર સુધી થયેલા ઘણા બધા અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે ખોરાક બનાવતી વખતે શાકભાજી ઉપર જે જે પ્રોસેસ કરવામાં આવે છે જેમકે બાફવું, ઉકાળવું, તળવુંવગેરેને કારણે મૂળ શાકભાજી તેના પોષક તત્વો ખોઈ દે છે.
આટલું જ નહિ, કેટલાક ખોરાક એવા પણ હોય છે જેના ઉપર પ્રોસેસ કરવાથી પોષક તત્વો તો ગુમાવી જ દે છે પણ સઝેરી પણ બની જાય છે.
આથી આજે અમે એવા કેટલાક ખોરાક લાવ્યા છીએ જે તમારે મૂળ સ્વરૂપમાં જ કોઈ પણ જાતની પ્રોસેસ કર્યા વગર ખાવો જોઈએ.
૧. ડ્રાય ફ્રુટ્સઆપણે ઘણી વાર જોયું હશે કે ડ્રાય ફ્રુટ્સ બજારમાં મૂળ રૂપમાં તો મળે જ છે પણ સાથે સાથે તે શેકેલા તેમજ તળેલા મસાલાથી ભરપૂર રૂપમાં પણ મળે છે જેને જોઇને મોઢામાંથી પાણી જ આવી જાય. પરંતુ આમ થવાથી એ ડ્રાય ફ્રુટ તેમના પોષક તત્વો ગુમાવી દે છે અને જે ફાયદો મળવો જોઈએ, તે મળી નથી શકતો.
૨. કાંદા
કાંદા સલ્ફર તેમજ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, આજ કારણે તેને કાચા ખાવાથી દાંત અને ફેફસાને ખૂબ જ ફાયદો થાય છે.
૩. લાલ કેપ્સિકમ
લાલ કેપ્સિકમ વિટામીન C થી ભરપુર હોય છે પરંતુ તેનેરસોઈ દરમિયાન તળીને અથવા બીજી કોઈ પણ પ્રોસેસ કરીને ખાવાથી વિટામીન C ની સાથે સાથે તેમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટી જાય છે. આથી, બને ત્યાં સુધી તેને સલાડમાં તેના મૂળ સ્વરૂપમાં જ ખાવું.
૪. નારીયેળ
મોટા ભાગના લોકોને નારીયેળમાંથી બનેલી ચટણી અથવા મીઠાઈ ખૂબ જ ભાવતી હોય છે પરંતુ નારિયેળ ખાવાથી મળતા પોષકતત્વો અને નારિયેળમાંથી બનેલી વાનગીઓમાંથી બનતા પોષકતત્વોમાં ઘણો ફરક હોય છે. નારિયેળ ઈલેકટ્રોલાઈટ, સોડીયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે.
આથી આવા કેટલાક ખોરાકને મૂળ સ્વરૂપમાં જ ખાવા વધારે ફાયદાકારક રહેશે.
લેખન સંકલન : યશ મોદી
બીજા મિત્રો સાથે પણ આ માહિતી અચૂક શેર કરો.