આ કહાની વાચ્યા બાદ ક્યારેય પતિ-પત્ની વચ્ચે નહિ થાય ઝગડો. જીવન બની જાશે સુંદર….

એક દિવસ એક પરિવારમાં પતિ-પત્નિ અને તેના બે સંતાનો એમ કુલ ચાર સભ્યો હતા, આ લોકો સાંજે જમ્યા પછી પતિ અને પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ વાત વાતમાં કહ્યુ, કે ગઇકાલે બાનો મારા મોબાઇલ પર ફોન આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા અને ભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી યેવું કહેલું.

આ સાંભળી હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કપિનાખી ને કહ્યુ, ” ભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? “પતિએ હળવેથી કહ્યુ, ” મારૂ યેવું કહેવું છે કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે બા હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચલાવી લેવાઈ? ”

આવું પતિનું વાક્ય સાંભળી પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, શું તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? અને જો બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને કેમ પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. આવું વાક્ય બોલી પાટલીને પછી સારું લગાડવા માટે પતિને કીધું કે તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ.”

થોડા દિવસો બાદ એક વખત પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો અને નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી અને ઘરમાં નજર નાખી તો એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો.

સામાન જોઇયે પત્ની થી ના રેવાનું એમણે પતિને પુછ્યુ, ” આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો છે? ”
પાતળી ની વાત સાંભળી પતિએ દબાતા અવાજે કહ્યુ, ” મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે રૂમમાં જગ્યા ના હોવાથી વધારાનો સામાન બહાર કાઢ્યો.”

પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એ એમના પતિ પર ખૂન ના આરોપી હોય યેમ ગુસ્સો કરવા મંડી અને કીધું કે ” મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા રૂટવેશ પિયર મારી બા પાસે ચાલી જઇશ ઓક .”

આ દરમિયાન નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, ” બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. અને હ બેટા જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા અને સાચવતા નોહતા.”

પત્નીએ પોતાની માનો અવાજ સાંભળતાજ પતિ પરનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. અને દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો ને જોયું યો પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.

બાદમાં પતિએ પત્નિ કહ્યુ, “જો તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી?” આટલું સાંભળી ને પત્નીના પછ્તાવા નો કોઈ પાર ના રહ્યો.

તો મિત્રો દરેક સ્ત્રી પોતાના માતા અને પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરે તો કોઇ દિકરા એના મા અને બાપથી જુદા ન થઈ શકે.

Comments

comments


3,867 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 1