આ જગ્યાએ બનશે ગુજરાતનો સૌથી મોટો મેગા મોલ જ્યા મળશે નેશનલ તેમજ ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સની વસ્તુઓ

હાલ ગુજરાતમા શોપિંગ મોલ એક બાજુ બંધ થઈ રહ્યા છે તો એવામા બીજી બાજુ રૂપિયા ૯૦૦ કરોડના ખર્ચે એક સૌથી મોંઘો અને સૌથી મોટો મોલ એ SG હાઈવે પર થલતેજ પર બનવાનો છે અને આ મોલને બીસફલ ગ્રુપ દ્વારા બનનારા એક મોલ કમ મલ્ટિપ્લેક્સના પ્રોજેક્ટમા ૯ લાખ ચોરસ ફૂટમા બાંધકામ કરવામાં આવશે.

અહી અમદાવાદના થલતેજના એક ઝાયડસ હોસ્પિટલ ક્રોસરોડ પર મુંબઈના એક ફિનિક્સ ગ્રુપ અને અમદાવાદના એક બીસફલ ગ્રુપ દ્વારા ૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૫૦૦૦ વાર જમીન પર આ મોલ બનાવાશે અને આ જમીન એ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી પાસેથી અંદાજે રૂપિયા ૩૫૦ કરોડમા ખરીદી હતી.

જેમા રહેણાંક વિસ્તારમા હોવાથી તેને ૨.૭ ની FSI મળશે અને આ મોંઘા મોલનુ સંચાલન એ મુંબઈ સ્થિત ફિનિક્સ મિલ્સ લિમિટેડ દ્વારા કરવામા આવશે અને આ બોમ્બે સ્ટોક એક્સચેન્જને ફિનિક્સ મિલ્સ લિમિટેડે જણાવ્યુ હતુ કે તેઓ કંપનીએ ૨૧ જુલાઈ ૨૦૧૮ ના રોજ અમદાવાદ સ્થિત બીસફલ ગ્રુપ સાથે ૫૦% ભાગીદારીમા ૫.૧૬ એકર જમીન પર બનનારા આ મોલને ઓપરેટ તેમજ મેનેજ કરવા માટે કરાર કર્યા છે.

અને જેની ડિઝાઈન પણ યુનિક હશે અને તેમા એકદમ નેશનલ તેમજ ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સની વસ્તુઓ મળશે અને આ પ્રોજેક્ટની તમામ બ્લૂપ્રિન્ટ ફાઈનલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને આ પ્રોજેક્ટનુ પ્લાનિંગ એકાદ મહિનામા જ પૂરું થઈ જાય તેવી શક્યતા છે.

આ સફલ કન્સ્ટ્રક્શન એ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન એ અમદાવાદ મિરરને એવુ જણાવ્યુ હતુ કે આ અમે ફિનિક્સ મિલ્સ સાથે કામ કરવા એકદમ ઉત્સાહિત છીએ અને અમે સાથે મળીને અમદાવાદમા પ્રિમિયમ રિટેલ ડેસ્ટિનેશન ઉભુ કરીશુ અને જેની ડિઝાઈન પણ યુનિક હશે અને તેમા તમામ નેશનલ તેમજ ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સની વસ્તુઓ આરામથી મળી રહેશે.

Comments

comments


3,340 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 16