તો દોસ્તો આપડા ઘરે મોટેભાગે એવું બનતું હોય છે કે આપળે ઘણા બધા ફળો બજાર માં થી સાથે જ લાવતા હોઈએ છીએ. પછી તે કેળા,પપયું,સફરજન કે કોઈપણ ફળ હોય પરંતુ બધા ફળો ખાઈ ના શકવાને લીધે તે વધારે પાકી જતા હોય છે. દરેક ફળ ની પાકવાની રીત અલગ હોય છે જેમ કેળા વધારે પાકી જાય તો તે ઉપરથી કાળા પડી થોડા ઢીલા પડી જાય છે.
આ જ રીતે બીજા ફળો પણ જ્યારી વધારે પાકે તો લોકો તે આરોગવું ગમતું નથી અને તેને ફેકી દેતા હોય છે. આ ફળ જે વધુ પાકી જાય તેની ગુણવતા નુ પ્રમાણ પણ વધી જાય છે પરંતુ લોકો ખરાબ વાસ અને સ્વાદ ને લીધે ખાતા નથી. તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ આ આર્ટીકલ કે જે વાંચી ને હવે થી તમે આ વધુ પાકેલાં ફળો ને ફેકતાં પેહલા એક વાર તો જરૂર વિચારશો, તો ચાલો જાણીએ આ પાકેલાં ફળો વિશે.
તો હવે થી આ પાકેલાં ફળો ફેકશો નહિ કેમકે એ તમારી ત્વચા માટે બહુ ઉપયોગી સાબિત થાય છે. જેમ કે પાકેલાં કેળા અથવા પપૈયા ને ઉપયોગ માં લઇ શકાય છે. વધુ પાકેલાં કેળા થી ત્વચા તાજી અને સુંદર બને છે તેમજ મોઢાં ઉપર પડેલ કરચલી પણ દુર થાય છે.આ રીતે બધા ફળો પાક્યા બાદ વધુ ગુણવત્તા વાળા થઇ જાય છે.
તો અહિયાં જેમ દાખલા રૂપે કેળું લેવામાં આવ્યું એમ તમે પપૈયું, સફરજન કોઈ પણ ફળ જે વધુ પાકી ગયા હોય તેને છોલી તેનો ખરાબા વાળો ભાગ કાઢી તેમાં જે પાકેલો સારો ભાગ છે તેને કાઢી લેવો અને એક નાના વાટકા માં મૂકી દેવો. હવે તેને સાવ છુંદી લો અને એક ઘટ્ટ સાવ આછું લેપ બનાવી લો.
હવે આ લેપ ને તમારી ખરાબા વાળી ત્વચા ઉપર મસાજ કરો આ એક ફેશિયલ જેવું કામ આપશે. આ લેપ માં દહીં કે લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો. આ લેપ ને ઉપયોગ કરવાની રીત માં તમારે આ લેપ હાથ માં લઈ હાથ ઉપર પણ લગાડી શકો છો પછી મોઢાં ઉપર, શરીર ના કોઈ પણ ભાગ કે જેને તમારે સુંદર બનાવવો છે ત્યાં લગાવી શકો છો.
આ રીતે આનો ઉપયોગ કરવાથી કોઈ પણ જાત ની મોધી દાંઠ ક્રીમો, ફેસ પેક કે પછી બોળ્ય લોસન ની જરૂર રેહતી નથી. આ લેપ શરીર ના તમામ અંગો ને સાફ તેમજ ચમકદાર બનાવવા માં સક્ષમ છે અને આ એક કુદરતી ઉપચાર હોવાથી આની કોઈ પણ જાત ની આડઅસર જોવા મળતી નથી.
હવે જો શક્ય હોય તો અઠવાડિયા માં એક થી બે વખત આનો ઉપયોગ કરવો અને જરા પણ તેનો બગાડ ન કરો તેમજ તેને સાચવીને રાખી શકો છો. માત્ર ૧૦ થી ૧૫ મિનીટ આ લેપ લગાવ્યાં બાદ ચહેરા ને સાફ પાણી થી મસળી ને ધોઈ લો અને તમે જાતે તમારી ચામડી ને સાવ સાફ અને મુલાયમ થતી જોઈ શકો છો. તો હવેથી વધુ પાકેલાં ફળો નો ઉપયોગ આ રીતે કરી પૈસા ની બચત પણ કરી શકો છો.