આ ચાર આદતો તમને બનાવે છે ગરીબ અને થાય છે આર્થિક નુકશાન…

ભારતીય ધર્મગ્રંથો, શાસ્ત્રો, પુરાણોમાં જીવન કઈ રીતે જીવવું તે વિશેનું માર્ગદર્શન આપે છે. કોઈ પણ વ્યક્તિના સુખ તેમજ દુઃખ, આ બંને પાછળ તેમના કર્મો જવાબદાર છે. આથી ભારતીય ગ્રંથો તેમજ પુરાણોમાં કર્મો વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. તમારા જીવનકાળમાં કરેલો કોઈ પણ કર્મ તમારા સુખ અથવા દુઃખ પાછળ જવાબદાર હોઈ શકે છે. આજે અમે એવા જ કેટલાક કર્મો લાવ્યા છીએ જે સાંજના સમયે ન કરવા હિતાવહ છે જે વિશે મનુસંહિતામાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમાં લખેલું છે કે,

સાંજના સમયે કર્મ નિષેધ  આહારં મૈથુનં નિદ્રા સ્વાધ્યાયન્ચ ચતુર્થકમ્ । આ પંક્તિનો મતલબ નીચે પ્રમાણે છે, ૧. સુર્યાસ્તના સમયે ભોજન કરવાથી આગલા જન્મમાં પશુનો અવતાર મળે છે. આથી આ સમયે ભોજન ન કરવું.

૨. સાંજના સમયે સુવાથી ઘરમાં ગરીબાઈ આવે છે કારણ કે આમ કરવાથી લક્ષ્મી દેવી રિસાઈ જાય છે. આથી સાંજના સમયે ઊંઘવું ન જોઈએ.

૩. સુર્યાસ્તને ધ્યાન અને સાધનાનો સમય માનવામાં આવે છે કારણ કે આ સમય દિવસ અને રાતનો સંધિકાળ હોય છે. આથી આ સમયે સ્ત્રી અને પુરુષના પ્રસંગથી દુર રહેવું. આ સમયે થતા ગર્ભધારણથી જન્મ થતા સંતાનના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ અને પરેશાનીઓ પણ આવે છે.

૪. આ સમયે વેદ અને શાસ્ત્રોનું અધ્યયન ન કરવું કારણ કે ધ્યાન અને સાધના માટેનો આ શ્રેષ્ઠ સમય છે.

 લેખન સંકલન : યશ મોદી

 દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

 

Comments

comments


4,675 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 0