૯૯% લોકો નથી જાણતા ડાબી બાજુ પડખું ફરીને સુવા સાથે જોડાયેલી આ હકીકત

ઊંઘ આપણા શરીર માટે પ્રકૃતિ એ આપેલુ એક અનમોલ વરદાન છે. દરરોજ ઊંઘ લેવા થી આપણું શરીર સ્વસ્થ અને એક્ટીવ રહે છે. એટલા માટે દરેક વ્યક્તિ એ રોજ ૭-૮ કલાક જરૂર સુવું જોઈએ. દરેક વ્યક્તિ ની સુવા ની રીત અલગ અલગ હોય છે. જો તમારા સુવાની રીત ખોટી છે તો આખી રાત ઊંઘ નહિ આવે. અને પછી ના દિવસે શરીર માં થાક અને આળસ રહેશે.


સારી રીતે સુવા માટે સાચી બાજુ પડખું ફરીને સુવું જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ ની અનુસાર ડાબી બાજુ પડખું ફરીને સુવા થી આખી રાત સારી ઊંઘ આવે છે. અને તે શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો આના ફાયદા જાણીએ. ૯૯% લોકો જાણતા ડાબી બાજુ સુવા સાથે સંકળાયેલી સાચી હકીકત, તમે એક વાર જરૂર જાણી લો.


ડાબી બાજુ પડખું ફરીને સુવાના ફાયદા

  • ૧. ડાબી બાજુ પડખું ફરીને સુવા થી દિલ ઉપર બિલકુલ પણ દબાણ નથી લાગતું. જેનાથી દિલ ની કાર્યશૈલી હમેશા સારી રહે છે.
  • ૨. ડાબી બાજુ પડખું ફરીને સુવાથી મગજ અને શરીર ના અન્ય ભાગ માં ઓક્સીજન નો પ્રવાહ સરખી રીતે થાય છે. આનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થય ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે.
  • ૩. ડાબી બાજુ પડખું ફરી ને સુવા થી ગુરુત્વાકર્ષણ ના કારણે ભોજન સરળતાથી નાના આંતરડા માંથી મોટા આંતરડા માં ચાલ્યું જાય છે. અને સારી રીતે પચી જાય છે. આનાથી સવારે પેટ સરળતાથી સાફ થાય છે. અને શરીર માં આખો દિવસ એક્ટીવ અને સ્વસ્થ રહે છે.

  • ૪. ગર્ભવતી મહિલા માટે ડાબી બાજુ પડખું ફરીને સુવું જ વધારે સારું રહે છે. કેમકે તેનાથી ગર્ભસ્થ શિશુ ના સ્વાસ્થય ઉપર ખરાબ પ્રભાવ નથી પડતો. આના સિવાય એડી, હાથ અને પગ માં સોજા ની સમસ્યા પણ નથી થતી.
  • ૫. ડાબી બાજુ પડખું ફરીને સુવા થી શરીર માં લોહી નું પરિભ્રમણ સારું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. આ રીતે સુવા થી તમને ઉઠવા ઉપર થાક નો અનુભવ નહિ થાય અને પેટ સંબંધી સમસ્યાઓ પણ દુર થઇ જશે.

  • ૬. જો તમને હમેશા પેટ માં કબજિયાત થાય છે, તો ડાબી બાજુ સુવાથી કબજિયાત થી રાહત મળે છે. પાચન તંત્ર ઉપર વધારે દબાવ પણ નથી પડતો. ડાબી બાજુ પડખું ફરીને સુવાથી શરીર માં જમા થયેલા ટોક્સીન લસીકા તંત્ર ના માધ્યમ થી નીકળી જાય છે.
  • ૭. આ રીતે સુવા થી પેટ નું એસીડ ઉપર ની તરફ ના બદલે નીચે ની બાજુ જાય છે. જેનાથી એસીડીટી અને છાતી ની બળતરા નથી થતી. ઘણી વાર સાચી રીતે ન સુવા ના કારણે પણ એસીડીટી જેવી સમસ્યા થાય છે.

Comments

comments


6,268 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 8 =