10 બેંગ્લોરમાં રહેતા 6 વર્ષના ગગન સતીષને બાળપણથી જ સ્કેટીંગનો ઘણો શોખ રહ્યો છે. હંમેશા ઓલિમ્પિકમાં રમવુ અને 100 કારની નીચેથી સ્કેટિંગનું સપનુ દેખનાર ગગન હંમેશા લોકોને આશ્ચર્ય પમાડે તેવી હરકતો કરતા હોય છે. તાજેતરમાં જ ડેલી મેલમાં છાપવામાં આવેલી ખબરો પ્રમાણે ગગન સતીષે 29 સેકન્ડમાં 39 કાર નીચેથી લિંબો સ્કેટિંગ કરવાનો રેકોર્ડ તોડ્યો છે. આ પ્રમાણે સ્કેટીંગ કરવાથી તે જમીન ઉપરથી માત્ર પાંચ ઈંચ જ ઉપર રહેતો હોય છે.
ગગને 39 કાર નીચેથી સ્કેટિંગ કરીને રેકોર્ડ તોડીને ભારતના જ એક બાળકનો રેકોર્ડ તોડી દીધો છે. જોકે ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અત્યાર સુધી ગગનનું નામ નોંધાયુ નથી પરંતુ બહુ જ ટૂંક સમયમાં તેઓ ગગનનુ નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધી લેશે. ગગનના માતા-પિતાનુ કહેવુ છે કે તે સ્કેટિંગ પાછળ એટલો ગાંડો છે કે તેને ઘણી વાર ભારે ઈજા પણ પહોચી છે અને તેમ છતા તે માનતો નથી અને સ્કેટિંગ કરવા માટે રોડ પર નીકળી પડે છે. ગગન હાલ બેંગ્લોરમાં એક સેલિબ્રિટી બની ગઈ છે. તેના અનોખા કારનામા જોવા માટે ઘણા લોકો ભેગા થઈ જતા હોય છે.
ગગને તેના આ કામના કારણે ઘણા મેડલ જીતી લીધા છે. આટલી નાની ઉંમરે તેની આ પ્રસિદ્ધી જોઈને લાગે છે કે આગામી સમયમાં પણ તે તેના માતા-પિતાનું નામ ઘણું આગળ પહોચાડશે.