vrsad

બહાર ધોધમાર વરસાદ ચાલુ હતો મસ્ત મસ્ત મજાની માટી ની સુગંધ આવી રહી હતી, જાણે કે સ્વિત્ઝરલેન્ડ માં હોઈએ એવું વાતાવરણ હતું.

સવાર સવાર માં ૭ વાગ્યે પત્ની એ ધીમે થી બેડરૂમ માં પ્રવેશ કર્યો અને છુટ્ટા ભીના વાળ થી પતિ ના મોઢાં પર પાણી નો છંટકાવ કરતાં પતિ જાગી ગયા.

પતિ :- અરે , મને એમ કે વરસાદ આવ્યો ..પણ તારા ઝુલ્ફો ની ઝાલક ના અમી છાંટણા થાય છે.

પત્ની એ ધીમે થી પતિ ના માથા પર હાથ ફેરવતા કહ્યું :- ઓયે મેરે યાર જાગ આમ જો બહાર કેટલું મસ્ત વાતાવરણ છે.

પતિ :- હા, તો.. મને ઊંઘ આવે છે,યાર સુવા દે ને…

પત્ની:- ઓયે હોયે… તું જો તો ખરો.. વાદળછાયું વાતાવરણ છે.. રીમઝીમ રીમઝીમ વરસાદ પડી રહ્યો છે, કેટલું ઠંડુ વાતવરણ છે, FM પર મસ્ત મસ્ત રોમેન્ટિક સોંગ આવી રહ્યા છે, અને હા.. ગઈકાલે હું શાક માર્કેટ માંથી મેથી, ધાણા, મરચા પણ લઇ આવી છું
અને આવા વાતાવરણ માં તું સુતો રહે…. ના.. ના..જાનું ચલ મારી સાથે બાજુ ના રૂમ માં….

પતિ પણ રોમેન્ટિક મૂડ માં આવી ગયો.
હાથ પકડી ને પત્ની એ પતિ ને બીજા રૂમ માં લઇ ગઈ
મસ્ત મસ્ત મજા ના સ્પ્રે ની સુગંધ આવતી હતી અને બેડ

પર બેસાડી ને કહે..
ડાર્લિંગ ….આંખ બંધ કરો તો….

પતિ એ ધીમે થી આંખ બંધ કરી…

પત્ની :- ઓયે ઝ્મુરીયા.. હું કહું ત્યાં સુધી આંખ ખોલતા નહિ હો…

પતિ ના મનમાં લડ્ડુ ફૂટ્યા…

પતિ એ આંખ બંધ કરી ને ખુશહાલ થતો બેઠો હતો..

૨ જ મિનીટ માં પત્ની રૂમ માં પરત આવી.

અને પતિ ના કાન પાસે મોઢું લઇ ગઈ અને ધીમેથી કહે :- ડાર્લિંગ.

તારા હાથ યોગ મુદ્રા માં બેઠો હોય એમ ખુલ્લા રાખ..

પતિ એ પત્ની ના આદેશ નું પાલન કર્યું

અને પત્ની એ પતિ ના એક હાથ માં કપડાં સુકવવાની દોરી અને બીજા હાથ માં ખીલ્લી અને હથોડી મૂકી ને કહ્યું :- લે અગાશી પર કપડાં સુકાય એમ નથી, તો આ રૂમ માં ખીલ્લી મારી ને દોરી બાંધી દે.. અને હા ઘરમાં ચણાનો લોટ નથી એટલે બપોરે મેથી નું શાક અને ભાખરી સાથે તળેલા મરચાં બનાવી દઈશ ભજીયા નું નામ લેતો નહી .

મોરલ :- મોરલ બોરલ કઈ નહી.. “વધુ પડતું રોમેન્ટિક બનવું નહિ..”

Comments

comments


3,394 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 1