ઈંડાની ઓનલાઈન હરાજી કરવામાં આવી
બ્રિટનમાં મરઘીનું એક ગોળ ઈંડાની અકલ્પનીય 480 પાઉન્ડ એટલે કે રૂપિયા 45,684માં હરાજી થઈ. એક ખાનગી વેબ પોર્ટલ પ્રમાણે એસેક્સની કિમ બ્રાઉટનની એક મરઘીએ એક ગોળ ઈંડુ આપ્યું. આ મરઘીનું નામ હવે પિંગ પાંગ રાખવામાં આવ્યું છે.
કિમે પોતાના મિત્રના દિકરાના મૃત્યુ બાદ સિસ્ટિક ફાઈબ્રોસિસ ટ્રસ્ટની સહાયતા માટે આ ઈંડાની હરાજીનો નિર્ણય કર્યો. કિમે કહ્યું કે તેમણે લાગ્યું કે આ અસામાન્ય ઈંડાને ખરીદનાર ખાવાને બદલે તેને રાખવા માંગશે. આ ઈંડાની ઓનલાઈન હરાજી કરવામાં આવી.
ઈન્ટરનેટ પર હરાજી કરનાર સાઈટ પર બોલી લગાવવા માટે 64 લોકો ભાગ લીધો હતો.