ચીનમાં ત્યાનમેન માઉન્ટેન પર 4,196 ફૂટ ઉપર પ્રાકૃતિક ‘હેવન્સ ગેટ’ (સ્વર્ગનો દ્વાર) આવેલો છે. આ સ્થળ પ્રવાસીઓમાં ઘણો લોકપ્રિય છે. અહીં સુધી પહોંચવા માટે 999 સિડીઓ અને કેબલ કારનું નેટવર્ક છે. લોકોને સિડીઓ થકી જવું ગમે છે. હુનાનના નેશનલ પાર્કમાં આવેલા આ સ્થળ સુધી પહોંચવા માટે ઘુમાવદાર માર્ગો પરથી પસાર થવું પડે છે.
આ સ્થળને મર્યા પહેલા એકવાર જોવા જેવા સ્થળોને યાદીમાં સ્થાન આપવામાં આવેલું છે. ચીનનાં જંગજીયાજી શહેરમાં તે બીજુ સૌથી સુંદર અને જોવાલાયક સ્થળ ગણવામાં આવે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર