ગોવાના એવા બીચ જ્યાં તમે શાંતિથી ફરી શકશો, નહિ જોવા મળે બહુ ભીડ…

વેકેશન અને ગોવા, એકબીજાના પર્યાય બની ગયા છે એમ કહીએ તો પણ ચાલે. શું કહેવું તમારું ? ભારતીય હોય કે પછી વિદેશથી આવેલા મહેમાનો, ગોવાના દરિયાકિનારે ફરવા કોણ ન ગયું હોય ! અને હવે તો લોકોની સંખ્યા એ હદ સુધી વધી ગઈ છે કે ગોવાના બીચ ઉપર જગ્યા ઓછી પડી જાય છે. પણ જે હોય એ, ગોવાના દરિયાકિનારે મનની શાંતિ મળે અને મજા આવે, એવી બીજે ક્યાંય ન મળે.

આજે અમે ૪ એવા બીચ લાવ્યા છીએ જે વિશે બહુ જ ઓછા લોકોને ખબર છે અને ત્યાં ભીડ પણ નથી હોતી. અને ત્યાના કુદરતી સૌન્દર્યની તો વાત જ કંઈક અલગ છે. તો ચાલો, જોઈએ કયા છે એ બીચ…

૧. અગોંડા બીચ

અગોંડા સ્વીમીંગ કરવા, સનબાથ લેવા તેમજ આરામ કરવા માટે બેસ્ટ બીચ છે. કોઈ પણ વ્યક્તિ આ જગ્યાએ પીકનીક બાસ્કેટ લઈને અથવા મનગમતી ચોપડી લઈને જઇ શકે છે અને ત્યાની મજા માંણી શકે છે. જો કે અહી મોજા ખુબ જ મોટા હોવાને કારણે સ્વીમીંગ કે સર્ફિંગ કરવું હિતાવહ નથી. પણ જો તમે બીચ ઉપર બેસીને આરામથી સમય પસાર કરવા માંગો છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે.

૨. બટરફ્લાય બીચ

આ બીચ  ગોવાના બેસ્ટ બીચમાંનો એક છે પણ બહુ ઓછા મુસાફરો અહીં આવે છે. આ બીચ બોટમાં બેસીને જઈ શકાય છે. અગોંડા અથવા પલોલેમ બીચથી અહીં જવાની બોટ મળે છે. જો તમે મિત્રો સાથે ગોવા જાઓ છો તો આ બેસ્ટ જગ્યા છે.

૩. બેતુલ બીચ

મારગાઓથી ૧૮ કિલોમીટર દૂર આવેલો આ બીચ ખૂબ જ સુંદર છે જેની આજુબાજુનો નજારો કોઈ માછીમારોના જુના ગામડાઓ જેવો પ્રતીત થાય છે. અહી ૧૭મી સદીનો એક કિલ્લો છે જે તમે નિહાળી શકો છો.

૪. આરામ્બોલ બીચ

આ બીચને પણ ગોવાના બેસ્ટ બીચની હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બીચની આગળ, માટીવાળો પ્રદેશ ખૂબ જ વધારે છે જેને કારણે તમે બીચ આગળ ફ્રેન્ડ્સ અથવા ફેમીલી જોડે પીકનીક માનવી શકો છો. આ ઉપરાંત અહીં આજુ બાજુના વિસ્તારમાં કેફે અને રેસ્ટોરન્ટ ઘણી બધી છે જેની મજા માણી શકો છો.

એક હોલી ડે ડેસ્ટીનેશન તરીકે ગોવા સંપૂર્ણ છે. ત્યાની સમૃદ્ધ સંસ્કૃતિ, રસભર્યો ઈતિહાસ અને આવા અનેરા બીચો આરામ કરવા તેમજ મજા માણવા માટે ગોવાને એક આદર્શ જગ્યા બનાવે છે.

લેખન સંકલન : યશ મોદી

તો હવે ટેગ કરો એ મિત્રોને અથવા જીવનસાથીને જેની સાથે તમે ગોવા જવા માંગતા હોવ.

 

Comments

comments


4,539 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 2 =