3 શહેરો, જ્યાં જોઇ શકો છો સમગ્ર અમેરિકા, લંડન અને યૂરોપને

minieurope_1_1426745960...1

સુપર સોનિક વિમાન અને સુપર સ્પિડ ધરાવતા ઇન્ટરનેટ દરેક દેશને ભલે પ્રભાવિત કરી રહ્યાં હોય, તેમછતાં તમે એક જ દિવસમાં આખો દેશ જોવાની કલ્પના ન કરી શકો. આજે તમને અમે ત્રણ એવા સ્થાનો અંગે જણાવવા માંગીએ છીએ જ્યાં વિશ્વાનાં ઘણા સ્થળ એક સાથે જ જોવા મળે છે. આ સ્થળોની મુલાકાત લેવી એટલે એક જ દિવસમાં એક આખુ શહેર કે દેશ ફરવા જેવો અનુભવ થશે.

મિની યૂરોપ, બ્રસેલ્સ, બેલ્જીયમ

આ એક એવુ શહેર છે જે યૂરોપના સપનાઓને વેચવા નીકળ્યું હોય. યૂરોપની ઓળખ ગણાતી દરેક પ્રસિદ્ધ વસ્તુ અને સ્થળ તમને અહીં જોવા મળશે. એક આકર્ષક પાર્કમાં તમને એક તરફ પીઝાના ઢળતા મિનારાની યાદ આવશે, તો તેની અમુક ક્ષણો બાદ પેરિસના એફિલ ટાવરની. અહીં ઐતિહાસિક સ્થળો અને બિલ્ડીંગની ઊંચાઇ વાસ્તવિક સ્થળ કે બિલ્ડીંગ જેટલી તો નથી પરંતુ તેમ છતાં તમને તે જોવા ઘણા જ ગમશે. અહીં રહેલા એફિલ ટાવરની ઊંચાઇ માત્ર 13 મીટર જ છે.

બબ્બાકોમ્બે મૉડલ વિલેજ, ટૉરક્વાય, ઇંગ્લેન્ડ

minieurope_2_1426746004.2

આ એક એવુ નાનુ સ્થળ છે જેણે પોતાનામાં જૂના ઇંગ્લેન્ડના ઘણા સ્થળોને સ્થાન આપ્યું છે. મોડલ વિલેજમાં તમે મેપોલ ડાંસ જોઇ શકો છો અને સાથે જૂના સ્થાપત્યોની જલક પણ તમને અહીં જોવા મળશે. જોકે આ સ્થળની લોકપ્રિયતાનું કારણ અહીં રહેલા મોર્ડન સ્થાપત્યો પણ છે. જેમકે શાર્ડ સ્કાઇક્રેપર. જે લંડનની એક બિલ્ડીંગ છે જ્યાં ઘણી બધી ઓફિસો આવેલી છે.

ધ મિનીલેંડ, યુએસએ

minieurope_3_1426745962..3

કેલિફોર્નિયાના લિગોલેંડમાં આવેલું છે આ ધ મિનીલેંડ. એવુ કહેવામાં આવે છે કે જો કોઇને એક જ દિવસમાં આખુ અમેરિકા જોવુ હોય તો તેણે આ સ્થળ ચૂકવું જોઇએ નહીં. મિનીલેંડને 2 કરોડ લિગો બ્રિક્સથી બનાવવામાં આવ્યું છે. આ સ્થળ એટલુ સુંદર છે કે તેને લિગોલેંડ કૈલિફોર્નિયા રિસોર્ટનું દિલ કહેવામાં આવે છે. અહીં તમે પ્રેસિડેન્શિયલ મોટરકેડ પણ જોઇ શકો છો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,392 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 21