અહીં તમને એક – બે નહીં પરંતુ ૨૭૦ પ્રકારના રસગુલ્લા મળશે…

આપણાં ગુજરાતીઓની થાળીમાં સ્વીટ નહીં હોય તો થાળી અધૂરી લાગે ભલેને પછી ડાયાબીટીસ હોય કે બી.પી. બરોબરને! એટલે જ આજે આપણે આપણાં ફેવરિટ વિષયની વાત કરવાના છે એટલે કે સ્વીટની અર્થાત મીઠાઈની. સ્વીટ પણ જેવી તેવી નહિ પરંતુ જેને જોતાંની સાથે મોંમાં પાણી આવી જાય એવી એટલે કે રસગુલ્લા.૧

રસગુલ્લા આમ તો બંગાળીઓની ફેવરિટ મીઠાઈ છે પરંતુ ગુજરાતીઓને પણ તે ખૂબજ પ્રિય છે. રસગુલ્લા ઘણાં હેવી હોય છે જેથી વધારેમાં વધારે તમે મોટી સાઇસના ત્રણ કે ચાર બસ, તેનાથી વધારે ખાઈ નહિ શકો. પરંતુ આજે આપણે એવી જગ્યાની મુલાકાત લેવાના છે જ્યાં તમે ઓછામાં ઓછા 15થી 20 રસગુલ્લા ચાઉ કરી જશો તો એ ખબર નહીં પડશે.

આપણે રોઝ અને ઈલાયચી જેવી બે ચાર ફ્લેવરના રસગુલ્લા ખાધા હશે પરંતુ હું તમને કહું કે અહીં 270 પ્રકારની વેરાયટીના રસગુલ્લા છે તો?૨ (2)

યસ, તમે બરોબર જ વાંચી રહ્યા છો. કોલકાતાની એક પ્રખ્યાત સ્ટ્રીટ પર એક સ્વાતિ સરાફ નામના બહેન લગભગ 270 પ્રકારની અલગ અલગ વેરાયટીના રસગુલ્લા વેંચી રહ્યાં છે. જેમાંથી અડધાના નામ પણ તમે સાંભળ્યાં નહીં હોય. આ બધાં રસગુલ્લા માંગ મુજબ ફ્રેશ અને રિયલફ્રુટ અને શાકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. વેરાયટીમાં સૌથી પ્રખ્યાત છે પાણીપુરી, લીલા મરચાં, બ્લેકકરન્ટ, ચોકલેટ, ફુદીના, મીઠા લીમડા, સ્ટ્રોબેરી, કેપેચીનો અને ઈલાયચી. આટલા બધાં નામ વાંચીને જ થાકી જવાઈ છે તો વિચાર કરો કે 270 પ્રકારના રસગુલ્લા જોશો તો શું થશે?૩ (1)

રસગુલ્લા ખાતાં ખાતાં મોઢામાં એકાદ મરચું આવી જાય તો કેવું લાગે ? દાળ શાક ખાતાં આપણે લીમડો અલગ કરીએ છીએ પરંતુ આમાં આખો લીમડો મોઢામાં જાય તો કેવું લાગે ? કૅપચીનો કૉફી લિકવિડમાંથી થોડી હાર્ડ સ્વરૂપમાં ખાવા મળે તો ? આ બધાં અનુભવ કરવા હોય તો તમારે અહીં એટલે કે કોલકતા આવવું પડે. આ રસગુલ્લાના ભાવ નંગ દીઠ  ₹ ૨૫થી શરૂ થાય છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અહીંના કેટલાક રસગુલ્લા બીમાર લોકોને ધ્યાનમાં રાખીને પણ બનાવવામાં આવ્યા છે. જેમ કે જો તમારા વાળ ઉતરતા હોય તમને મીઠા લીમડાના રસગુલ્લા સર્વ કરવામાં આવશે તેવી જ રીતે જો તમને સુગરનો પ્રોબ્લેમ હોય તો તમને કારેલા ફ્લેવરના રસગુલ્લા ઑફર કરવામાં આવશે.

તો, હવે કલકત્તા આવવાનું થાય ત્યારે અહીં અચૂક લટાર મારવાનું ભૂલતાં નહિ.

 લેખક : દર્શિની વશી

 

Comments

comments


3,488 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 8 =