આખા વર્ષ દરમ્યાન સૂર્યનો આકાશી વિષુવવૃત્ત અને ક્રાંતિવૃત્ત બે વખત એકબીજાને છેદે છે અને આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. 22મી ડિસેમ્બર એટલે ભારત માં આખા વર્ષ નો ટૂંકા માં ટૂંકો દિવસ જે જૂન મહીના ના દિવસ કરતા લગભગ સવા બે કલાક નાનો હોય છે. અને 20 માર્ચનો દિવસ અને રાત સરખા હોય છે.
સાથોસાથ 21 જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આ વર્ષે 21 જૂનને શુક્રવારે દિવસ 13 કલાકને 33 મિનિટ જ્યારે રાત 10 કલાકને 32 મિનિટની રહેશે. આથી ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ન્યૂઝિલેન્ડ,ઓસ્ટ્રેલિયા અને ફીજી જેવા દેશોમાં લાંબામાં લાંબી રાતનો અનુભવ થશે.
ગુજરાત માં સુર્યોદય સવારે 5.54 અને સૂર્યાસ્ત સાંજે 7.27 વાગ્યે થાય છે.
જેવી રીતે 14 મી જાન્યુઆરી ના રોજ સૂર્ય ઉત્તર તરફ વળે છે તેથી તેને ઉત્તરાયણ કહેવાય છે તેવી રીતેજ જયારે આજની તા. 21 જૂન પછી સૂર્ય દક્ષિણ તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવાય છે.
દિવસ- રાતની લંબાઇ ચંદ્રની દિશા અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ, સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો આધારિત હોય છે. પૃથ્વીની ધરી 23.5 ડિગ્રીને ખૂણે નમેલી છે એટલે કે પૃથ્વીનું માથુ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ નમેલું હોવાના કારણે લોકોને ઠંડી, ગરમીનો અનુભવ થાય છે.
ક્યાં ક્યાં દેશો માં ગ્રીષ્મોત્સવ ક્યાં નામ થી અને કેવી રીતે ઉજવાય છે ?
જેમ ભારત માં અને ખાસ કરી ને ગુજરાત માં ઉત્તરાયણ ઉજવવા માં છે તેમજ આજ ના દિવસ ને અલગ અલગ નામો હેઠળ આજ રીતે વિશ્વના અન્ય ભાગોમાં ઉજવવામાં આવે છે.
જેમ કે, ઇંગ્લેન્ડ માં સ્ટોનહેંજ માં ગ્રીષ્મ સંક્રાન્તિ ઉત્સવ (દક્ષિણાયન) મનાવે છે.
દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેંડમાં, સ્ટોનહેંજ સંભવતઃ વિશ્વના સૌથી પ્રખ્યાત પથ્થરો નું વર્તુળ છે.પથ્થરો ના વર્તુળ કેવી રીતે આ ઇંગ્લેંડ ના આ ભાગમાં આવ્યા હતા તેમજ તે વિસ્તૃત રચનામાં કેવી રીતે ગોઠવવામાં આવી હતી,તે હજુ પણ એક રહસ્ય છે .ગ્રીષ્મોત્સવ ના દિવસે તમે હજારો લોકો ની સાથે આ ફેસ્ટિવલ ઉજવી શકો છો.
ઇરાન માં ટાયરગન
પોલેન્ડ, યુક્રેન, બેલારુસ, રશિયા માં કપલા નાઇટ
પોલેન્ડ માં વિઆન્કી
ફિનલેન્ડ માં જુહુનુસ
લેટીવિયા માં જાની નામથી ઉજવાય છે.
કેનેડાના ઑન્ટારિયો પ્રાંતમાં, કેનેડા ના સૌથી રસપ્રદ સાંસ્કૃતિક તહેવારોમાં નો એક તહેવાર ઉજવાય છે. જો તમે ફર્સ્ટ નેશન્સ કલ્ચર એન્ડ હેરિટેજ વિશે શીખવામાં રસ ધરાવો છો, ત્યાં પહોંચી ને મનાવો આ તહેવાર, ઓટાવા માં ગ્રીષ્મ સંક્રાન્તિ ઉત્સવ (સમર સોલ્સ્ટિસ) ઉજવાય છે.
પેરુ તેના મન્ચુ પિચ્ચુ જેવા ઈન્કા ખંડેર માટે જાણીતું છે. જો કે, તમારી સહેલનો અનુભવ કરવા માટે ઇન્કા સંસ્કૃતિમાં ઘણું બધું છે. જો તમે પેરુમાં શિયાળુ સોલ્ટેસિસની મુલાકાત લો છો, તો તમે આ વર્ષે જૂન 22 પર ઈંટી રાયમી તહેવારનું અવલોકન કરી શકો છો.
ઈંટી રાયમી તહેવાર ઇનકા દેવ ઈંટી (“સૂર્ય” માટે) ઉજવે છે. તે સૂર્યના ક્યુસ્કો, પેરુના વળતરની શરૂઆતનું ચિહ્ન છે. ઇન્કા સામ્રાજ્યના સમયમાં, 25,000 લોકો આ તહેવારમાં હાજરી આપશે. ફોટો માં તમે તહેવારની પુનઃરચના અને વિશ્વની સૌથી મોટી ઇન્કા ઉજવણીમાંની એક જોઈ શકો છો.