સોનીએ લોન્ચ કર્યો Xperia Z4v, 20MP કેમેરા અને ઓક્ટા-કોર પ્રોસેસર સાથે

Do not have the habit of drugs, stay healthy body as possible out of the liquid

સોની કંપનીએ પોતાના સ્માર્ટફોન એક્સપીરિયા Z4 અને એક્સપીરિયા Z3+ને વૈશ્વિક સ્તરે લોન્ચ કર્યા બાદ વધુ એક સ્માર્ટફોનને માર્કેટમાં લોન્ચ કર્યો છે. કંપનીએ Xperia Z4v ને લોન્ચ કરી દીધો છે આ સ્માર્ટફોનને Verizon વેબસાઇટ થકી અમેરિકામાં વેચવામાં આવશે. કંપનીએ આ ફોનનાં ભારતમાં લોન્ચ કરવા તથા કિંમત અંગે જાણકારી આપી નથી. જાણકારો પ્રમાણે કંપની આવતા મહિને આ ફોન ભારતમાં લોન્ચ કરે તેવી શક્યતા.

Xperia Z4vના ફિચર્સ

આ ફોનની ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો તેમા એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ વર્ઝન આપવામાં આવેલું છે. કંપનીએ આ ફોનમાં 5.2 ઇંચનું ફુલ એચડી ડિસપ્લે આપ્યું છે. જે (1440*2560) પિક્સલની રિઝોલ્યૂશન ક્વોલિટી આપે છે.

કંપનીએ આ સ્માર્ટફોનમાં બિલ્ટ-ઇન વાયરલેસ ચાર્જીંગ ફિચર આપ્યું છે. સોનીએ આ ફોનમાં 64 બિટનો ઓક્ટાકોર (ક્વાડકોર 1.5 GHz + ક્વાડકોર 2 GHz)નું ક્વાલકોમ સ્નેપડ્રેગન 810 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Xperia Z4v માં 3GB રેમ આપવામાં આવી છે.

કંપનીએ આ ફોનમાં IP65/68 રેટિંગ આપ્યું છે, જે આ ફોનને વોટર રેજીસ્ટેંટ અને ડસ્ટ પ્રૂફ બનાવે છે. 1.5 મીટર પાણીમાં આ ફોનનાં 30 મિનિટ સુધી ડૂબેલા રહ્યાં હોવાછતાં આ ફોન ખરાબ નહીં થાય.

Do not have the habit of drugs, stay healthy body as possible out of the liquid

કેમેરા ફીચરની વાત કરીએ તો આ ફોનમાં LED ફ્લૈશ અને ઓટોફોક્સ સાથે 20.7 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સેલ્ફી પ્રેમીઓ માટે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.

આ ફોન મેમરી મામલે પણ ઘણો સારો છે, તેમાં 32 GB ઇન્ટરનલ મેમરી સ્ટોરેજ ક્ષમતા આપવામાં આવી છે અને સાથે માઇક્રો એસડી કાર્ડ થકી તેને 128 જીબી સુધી લઇ જઇ શકાય છે. કંપનીએ આ ફોનમાં 3000 mAh પાવરની બેટરી આપી છે જે 20 કલાકનું ટોકટાઇમ અને 580 કલાકનું સ્ટેંડબાય ટાઇમ આપે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,597 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 12