16 વર્ષ બાદ અખાત્રીજ પછી બનશે ૪ ગ્રહોનો શુભ સંયોગ, જાણો તમારા માટે કેટલો શુભ

મિત્રો , હાલ આવનાર સમય મા ૧૬ વર્ષ બાદ અક્ષય તૃતિયા નુ શુભ મહુર્ત આવવા નુ છે. ચાર ગ્રહો પોતાની ઉચ્ચ રાશિ મા પ્રવેશ કરવા ના છે. આ ગ્રહો છે સૂર્ય , ચંદ્ર , શુક્ર અને રાહુ. આ ગ્રહો ના મેળાપ થી હાલ ખરીદી તથા શુભ પ્રસંગો માટે ના સારા યોગ સર્જાઈ રહ્યા છે. આ જ દિવસે પરશુરામ જયંતી ની પણ ઉજવણી થાય છે. જ્યોતિષવિદ્યા ના તજજ્ઞો એવુ જણાવે છે કે આવનાર વર્ષ મા દાન-પુણ્ય ના બધા જ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ સમય શુક્લ પક્ષ તૃતિયા એટલે કે અક્ષય તૃતિયા હશે.

આ તિથિ ૭ મે ના રોજ પરોઢ ના ૩.૧૭ થી લઈ ને આખા દિવસ દરમિયાન રહેશે. રોહિણી નક્ષત્ર મા સંધ્યાકાળે ૪.૨૬ સુધી વૃષભ નો ચંદ્ર મા પણ રહેશે. હિંદૂધર્મ ના પંચાંગ અનુસાર આ યોગ ૧૬ વર્ષ બાદ સર્જાઈ રહ્યો છે. આની પૂર્વે આવો યોગ ૨૦૦૩ ના વર્ષ મા સર્જાયો હતો. આ અક્ષય તૃતિયા ના દિવસે સૂર્ય, શુક્ર , ચંદ્ર તથા રાહુ પોતપોતાની ઉચ્ચ રાશિઓ મા સ્થાન મેળવશે. આ સિવાય ના અન્ય ઘણા શુભ યોગ આ દિવસે સર્જાઈ રહ્યા છે.

આ દિવસે રવિયોગ, અતિગણ્યયોગ તથા રાજયોગ પણ આવી રહ્યો છે. જેમને વિવાહ માટે કોઈ શુભ મહુર્ત ના જડતુ હોય તેઓ આ પવિત્ર દિવસે વિવાહ કરી શકે છે. વિવાહ સિવાય ના અન્ય શુભ પ્રસંગો પણ તમે આ દિવસે કરી શકો છો. આ દિવસ સાથે અમુક એવી પૂર્વધારણાઓ પણ જોડાયેલી છે કે આ દિવસ દરમિયાન કરવા મા આવેલુ સ્નાન, દાન , તપ તથા હવન નુ અભક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસો દરમિયાન પૂર્વજો ના સ્મરણાર્થે ઠંડા પાણી ના માટળા મૂકી ને તથા શિતળ વસ્તુઓ ને દાન કરવા મા આવે તો અધિક પુણ્ય પ્રાપ્ત થાય છે.

Comments

comments


3,359 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 6