150 રનનો વર્લ્ડ રેકોર્ડ અને પ્રથમ બેવડી સદી

Worldcup

વર્લ્ડકપ-2015માં 2 માર્ચને સોમવારના રોજ એકપણ મેચનું આયોજન કરવામાં આવ્યું નથી. 14 ફેબ્રુઆરીએ વર્લ્ડકપનો પ્રારંભ થયો હતો, આમ આ ટૂર્નામેન્ટને શરૂ થયાને 16 દિવસો થઈ ગયા છે. આ દિવસોમાં 23 મેચો રમાઈ છે.  જેમાં ઘણા નવા રેકોર્ડ બન્યા છે. વર્લ્ડકપમાં અત્યાર સુધી કોઈ મોટા અપસેટ જોવા મળ્યા નથી. આયરલેન્ડ વેસ્ટ ઇન્ડીઝને પરાજય આપ્યો હતો તે એક જ અપસેટ સર્જાયો છે.  વર્લ્ડકપના 23 દિવસો દરમિયાન  ફાસ્ટેટ 150 રનનો વર્લ્ડ રેકોર્ડ અને પ્રથમ બેવડી સદી જોવા મળી છે.\

ભારત-ન્યૂઝીલેન્ડ નોકઆઉટમાં નિશ્ચિત

ભારતે વર્લ્ડકપ-2015માં શાનદાર પ્રદર્શન કરતા 3 મેચમાં 3 જીત સાથે મેળવી છે. આ સાથે ભારતે નોકઆઉટ રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવી દીધું છે.  જ્યારે બીજી તરફ પુલ એ માંથી ન્યૂઝીલેન્ડની ટીમ 4 મેચમાં 4 જીત સાથે નોક આઉટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

Worldcup

ક્રિસ ગેઈલે નોંધાવી વર્લ્ડકપમાં પ્રથમ બેવડી સદી

વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઈલે ધમાકેદાર બેટિંગ કરતા વર્લ્ડકપમાં પ્રથમ બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે. ગેઈલે ઝિમ્બાબ્વે સામે 147 બોલમાં 215 રન બનાવ્યા હતા. ગેઈલ પહેલા વર્લ્ડકપમાં હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટનના નામે હતો . કર્સ્ટને યુએઈ સામે 188 રન બનાવ્યા હતા.

ગેઈલ અને સેમ્યુઅલ્સ વચ્ચે 372 રનની ભાગીદારી નોંધાઈ હતી. જે વન-ડેમાં સૌથી બેસ્ટ ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ છે ,બન્નેએ ભારતના સચિન અને રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો છે. સચિન અને દ્રવિડે 1999માં ન્યૂઝીલેન્ડ સામે બીજી વિકેટ માટે 331 રનની ભાગીદારી નોંધાવી હતી.

Worldcup

ડી વિલિયર્સના ફાસ્ટેટ 150 રન

દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સે વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં 66 બોલમાં અણનમ 162 રન ફટકારી દીધા હતા. ડી વિલિયર્સની તોફાની ઇનિંગ્સની મદદથી મેચમાં અનેક રેકોર્ડ ધ્વંસ કરીને નવા રેકોર્ડ બનાવ્યા છે. ડી વિલિયર્સે 64 બોલમાં 150 રન નોંધાવી ફાસ્ટેટ 150 રનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.  વન-ડેમાં ફાસ્ટેટ 50 અને 100 રનનો રેકોર્ડ ડી વિલિયર્સના નામે છે. તેણે 16 બોલમાં 50, 31 બોલમાં 100 રન બનાવ્યા છે.

Worldcup

અફઘાનિસ્તાનનો પ્રથમ વિજય

અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને ભારે રસાકસી બાદ એક વિકેટે હરાવીને વર્લ્ડ કપ ક્રિકેટ ઇતિહાસમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો હતો. સ્કોટલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 50 ઓ‌વરમાં 210 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં અફઘાન ટીમે એક વિકેટ અને ત્રણ બોલ બાકી રાખીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સમીઉલ્લાહ શેનવારીએ શાનદાર 96 રનની ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

Worldcup

વર્લ્ડકપના પ્રથમ દિવસે જ હેટ્રિક

વર્લ્ડકપ 2015ની પ્રથમ મેચમાં જ ખાસ રેકોર્ડ બન્યો હતો.  મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં વર્લ્ડકપની પ્રથમન મેચમાં જ ઇંગ્લેન્ડના સ્ટીવન ફિને હેટ્રિક લીધી હતી .ફિને મેચની 50મી ઓવરના છેલ્લા ત્રણ બોલે હેડ્ડીન,મેક્સવેલ અને જ્હોન્સનને આઉટ કર્યા હતા. વર્લ્ડકમાં હેટ્રિક ઝડપનાર ફિન ઇંગ્લેન્ડનો પ્રથમ અને વિશ્વનો સાતમો બોલર બન્યો હતો

Worldcup

Pool A

ટીમ મેચ  જીત  હાર  પોઈન્ટ  રનરેટ

ન્યૂઝીલેન્ડ 4 4 0 8 3.589
શ્રીલંકા 4 3 1 6 0.128
બાંગ્લાદેશ 3 1 1 3 0.130
ઓસ્ટ્રેલિયા 3 1 1 3 -0.305
અફઘાન 3 1 2 2 -0.760
ઇંગ્લેન્ડ 4 1 3 2 -1.201
સ્કોટલેન્ડ 3 0 3 0 -1.735

Pool B

ટીમ  મેચ  જીત  હાર  પોઈન્ટ  રનરેટ

ભારત 3 3 0 6 2.630
દ.આફ્રિકા 3 2 1 4 1.260
આયરલેન્ડ 2 2 0 4 0.338
વેસ્ટ ઇન્ડીઝ 4 2 2 4 -0.313
ઝિમ્બાબ્વે 4 1 3 2 -0723
પાકિસ્તાન 3 1 2 2 -1.373
યૂએઈ 3 0 3 0 -1.326

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


2,315 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 10