10 તોલા સોનાના અસ્ત્રા થી દાઢી બનાવે છે આ વાણંદ, જણો તેનો ચાર્જ?

મહારાષ્ટ્રના સાંગલી નુ નામ તો તમે સાંભળેલું જ હશે ત્યાના નિવાસી રામચંદ્ર કાશીદનું હેયર સલૂન હમણા ના દિવસોમાં ખુબ ચર્ચાનો વિષય બનેલો છે. તેમાં ચર્ચાનું કારણ તો છે કારણ કે એક અસ્ત્રો જે બધા અસ્ત્રા ની જેમ સામાન્ય જ નહિ પણ સોનાનો અસ્ત્રો છે.

હકીકતમાં, અહીં એક નાનકડા સલૂનમાં સોનાનાં અસ્ત્રાથી દાઢી કરવામાં આવી રહી છે. 18 કેરેટના 10 તોલાના સોનાના બનેલા આ અસ્ત્રાની કિંમત 3 લાખ રૂપિયા છે. અને સલૂનના માલિકે આ ખાસ અસ્ત્રો પુણેના એક કારીગર પાસે બનાવડાવ્યો હતો

સોનાના અસ્ત્રાથી દાઢી બનાવવા માટે માત્ર ને માત્ર 200 રૂપિયા ચાર્જ તમારે દેવો પડે છે. અત્યારે તો આજ કાલ આ સલૂનની બહાર લોકોની લાંબી કતારો લાગે છે. અને આ રામચંદ્ર કાશીદ એ પોતાના સલૂનનું નામ પણ અસ્ત્રા રાખ્યું છે. અને તેમણે એક ચેનલ સાથે કરેલી વાતચીતમાં એવું જણાવ્યું કે સલૂન તો તેના બાપ દાદાના સમયથી ચાલતો ધંધો છે, પણ તે કઈંક અલગ જ કરવા માંગતા હતા.

માટે અલગ કરવાની ચાહમાં તેમણે અહીં સોનાનો અસ્ત્રો બનાવડાવ્યો. અહી તેમણે નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી અસ્ત્રો નહીં બને ત્યાં સુધી તે પોતાની દાઢી પણ નહીં બનાવે.

ના બન્યો અસ્ત્રો ત્યાં સુધી નોતી બનાવી દાઢી

રામચંદ્ર કસીદ એવું બતાવે છે કે ત્રણ વર્ષની લાંબી રાહ જોયા પછી આખરે તેને પુણેના મિથુન રાણાને નામના કારીગરે આ 10 તોલાનો અસ્ત્રો બનાવી આપ્યો હતો. અને આ ખાસ અસ્ત્રાના ઉદ્ઘાટન માટે તેણે એક ખાસ દિવસ પણ જોયો હતો તેણે માતા-પિતાના લગ્નની 33 મી અનીવર્સરી ના દિવસે તેનું ઉદ્ઘાટન કર્યું અને સૌથી પહેલા પોતાના પિતાની દાઢી બનાવી.વધારે સલૂનના માલિક રામચંદ્રનું કહેવું છે કે અસ્ત્રાથી હજામત કરવી તેમના માટે સપ્નાથી ઓછું નથી.

હવે રામચંદ્ર ના સલુન ની બહાર લાગે છે લાઈનો

આ દિવસોમાં સાંગલીમાં માર્કેટ માં રામચંદ્ર કાશીદ ના સલૂન માં ઘણી ભીડ જોવા મળે છે. અને સ્થિતિ એ છે કે લોકોને આ સલૂનમાં દાઢી કરાવવા માટે પણ એક કલાક અગાઉ થી એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. એક ગ્રાહકે તો કહ્યું કે સોનાના અસ્ત્રાથી દાઢી બનાવવાનો અહેસાસ કેવો હોય છે તે જાણવા તેણે કેટલાયે દિવસોની રાહ જોઈને બેઠા છે

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,427 views

Leave a Reply

Your email address will not be published.


− 3 = 5