દરેક માણસનું સપનું હોય છે કે એ વધારે અને સ્વસ્થ જીવન જીવે. આપણે રોજબરોજ એવી ઘણી વસ્તુઓ અજાણતાં કરતાં હોઈએ છે કે જેનાથી આપણા અમૂલ્ય જીવનનાં વર્ષો ઘટતાં જાય છે. ચાલો તો જાણીએ એવી કઈ બાબતો છે જેનાથી આપણે આપણી ઉંમર ઘટાડીએ છીએ.
1. ભારે છાતી મહિલાઓના જીવનના પાંચ વર્ષ ઓછા કરી શકે છે. ડોક્ટરના કહેવા પ્રમાણે ભારે છાતી વાળી મહિલાઓના વઘતાં વજનનાં લીધે તેમને સાંઘાનો દુખાવો, ડાયાબિટીસ, માથાનો દુખાવો જેવા રોગો થઈ શકે છે.
2. જે લોકો નિયમિત રીતે બ્રશ નથી કરતાં તેમના રોજ બ્રશ કરે છે તેમની તુલનામાં છ માસ ઓછા થઈ જાય છે. વૈજ્ઞાનીકોના કહેવા પ્રમાણે રોજ બ્રશ ન કરવાને લીધે સંક્રામણની બીમારી, રક્ત કોષિકામાં ગરબડી થાય છે જેનાથી તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે.
3. જે લોકો ઉંઘની ગોળીઓ નિયમિત લેતાં હોય છે તેમની ઉંમર દસ વર્ષ ઓછી થઈ જાય છે.
4. જલ્દી નિવૃત્તિ લે છે એટલે કે 65 વર્ષની ઉંમર પહેલા નિવૃત્તિ લે છે તેવા લોકોના જીવનના દિવસો ઓછા થાય છે.
5. વધારે સૂવા વાળાની જેમ ઓછું સૂવાથી પણ તમારી ઉંમર ઓછી થાય છે.
6. રોજ રેડ મીટ ખાવા વાળા રોજ આ ન ખાનારાથી 30 ટકા જલ્દી મરે છે. રેડ અને પ્રોસેસ્ડ મીટના સેવનથી હૃદય અને કેન્સરની સંભાવના વધું હોય છે.
7. માઈક્રોવેવમાં બનાવેલ પોર્પકોર્ન તમારી ઉંમરના બે વર્ષ ઘટાડે છે.
8. તમને આશ્ચર્ય થશે પરંતુ સાચી વાત છે કે લાંબો ટ્રાફિક જામ તમારી ઉંમરના કેટલાક વર્ષો છીનવી લેશે.
9.રોજ બે કલાકથી વધારે ટીવી જોવાથી તમારા જીવનમાંથી 1.4 વર્ષ ઓછી થઈ શકે છે.
10. માચો શરીર રાખવું અને દેખાવું યુવકો માટે એક ફેશન બની ગઈ છે. આ ફેશનથી તમારા જીવનના એમૂલ્ય દિવસો ઓછા થઈ જાય છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર