આ વર્ષ બાયોપીક ફિલ્મો નું વર્ષ રહેશે. બોલીવુડ માં અત્યારે સેલિબ્રિટી ના જીવન પર આધારિત ફિલ્મો ખુબ બનવા લાગી છે. આ વર્ષે બાયોપીક પર બનેલ ફિલ્મો દર્શકોને જોવા મળશે.
આ વર્ષના પ્રથમ દિવસે જ ‘ચંદન તસ્કર’ અને ‘ડાકુ વિરપ્પન’ ની બાયોપીક ‘કિલીંગ વિરપ્પન’ ને લોકોએ ખુબ વખાણ કર્યા. આ વર્ષે ધણી બધી બાયોપીક ફિલ્મો રીલીઝ થવાની છે, જે લોકોની સત્ય ઘટનાઓ પર આધારિત છે. તો ચાલો જાણીએ કે તે કઈ કઈ ફિલ્મો છે…
એમએસ.ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ની જીંદગી પર બની રહેલ ફિલ્મ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી માં સુશાંત સિંહ રાજપૂત ધોની ની ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ ફિલ્મ 2 સપ્ટેમ્બરે રીલીઝ થશે.
નીરજા
આ ફિલ્મ માં સોનમ કપુર મુખ્ય ભૂમિકા નિભાવશે, જેમાં શબાના આઝમી સોનમ કપુરની માં નો રોલ કરશે. આ ફિલ્મમાં તમને 1986 માં હાઇજેક થયેલ ફ્લાઇટમાં આતંકવાદીઓ થી મુસાફરોને બચાવતા સમયે મૃત્યુ થયેલ એટેન્ડન્ટ નીરજા ભાનોત પર બની રહેલ બાયોપીક નીરજા માં સોનમ કપુર મુખ્ય ભૂમિકા નિભાવશે. આ ફિલ્મને રામ માધવાની ડિરેક્ટર કરી રહ્યા છે, જે 19 ફેબ્રુઆરી એ રીલીઝ થશે.
અઝહર
આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમ ના ભૂતપૂર્વ કેપ્ટન ‘મોહમ્મદ અઝહરુદ્દીન’ પર બની રહેલ બાયોપીક ‘અઝહર’ માં ઈમરાન હાશ્મી અઝહર ની ભૂમિકા નિભાવશે. આ ઉપરાંત તમને આ ફિલ્મ માં પ્રાચી દેસાઇ, હુમા કુરેશી અને નીમરત કૌર પણ મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. આ ફિલ્મ ટોની ડિસુઝા અને એકતા કપૂર નિર્દેશિત ફિલ્મ છે જે 13 મે એ રીલીઝ થશે.
હસીના
આ ફિલ્મ માં સોનાક્ષી સિંહા લીડ રોલમાં છે, જે દાઉદની બહેન હસિના પાર્કર ની બાયોપીક ફિલ્મ માં જોવા મળશે.
દંગલ
કુસ્તીબાજ મહાવીર ફોગટ, જેમણે પોતાની પુત્રીઓ ને કુસ્તી શીખવાડી, તેમના પર બનેલ ફિલ્મ માં આમિર ખાન મુખ્ય ભૂમિકા માં છે. આ ફિલ્મ 23 ડિસેમ્બરે રીલીઝ થશે.
અલીગઢ
અલીગઢ ના પ્રોફેસર ડો. શ્રીનિવાસ રામચંદ્ર સિરસ પર બની રહેલ બાયોપીક ફિલ્મ માં મનોજ બાજપાઈ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મ માં તમને ડો. શ્રીનિવાસ ને AMU જાતીય અભિગમ ના કારણે સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ પ્રોફેસર સિરસે આત્મહત્યા કરી લીધી હતી તે જોવા મળશે. આ ફિલ્મ 26 ફેબ્રુઆરી એ રૂપેરી પડદા પર આવશે.