૧૮૦ કિલોગ્રામ, ૨૨ કેરેટના અધધ સોનાથી બનાવાય છે આ ચેઈન…

૧૮૦ કિલોગ્રામ, ૨૨ કેરેટના અધધ સોનાથી બનાવાય છે આ ચેઈન…

નવી દિલ્હી- ટૂંક સમયમાં ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં દુબઈના નામે એક નવી સિદ્ધિ ઉમેરાશે. દુબઈમાં સોનાની એક લાંબી ચેઈન બનાવાય રહી છે, જેની લંબાઈ ૫ કિલોમીટર જેટલી છે.

આ ચેઈન બનાવવા માટે માટે ૧૮૦ કિલોગ્રામ, ૨૨ કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવશે. વિશ્વભરમાં સોનાની આટલી લાંબી ચેઈન હજી સુધી બનાવવામાં આવી નથી.

મળેલા અહેવાલ અનુસાર આ ચેઈન દુબઈ શોપિંગ ફેસ્ટિવલ માટે બનાવવામાં આવી રહી છે. આ માટે દુબઈના ગોલ્ડ એન્ડ જ્વેલરી ગ્રુપે મોટા ગજાના ચાર જ્વેલર્સ સાથે પાર્ટનરશિપ કરી છે.

રસપ્રદ વાત તો એ છે કે આ ચેઈન બનાવવા માટે કોઈ પણ વ્યક્તિ પોતાનું સોનુ આપી શકે છે અને ફેસ્ટિવલના અંતે જે-તે વ્યક્તિને એ ચેઈનમાંથી સોનું કાપીને પરત કરવામાં આવશે. ચેઈનના નિર્માણ માટે ૭૦ કારીગરો રોજના દસ કલાક કામ કરી રહ્યા છે.

‘દુબઈ સેલિબ્રેશન’ના નામથી જાણીતી આ ચેઈન દુબઈ શોપિંગ ફેસ્ટિવલની ૨૦મી જયંતિ પર પ્રદર્શિત કરવામાં આવશે. આ ફેસ્ટિવલ ૧ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી, ૨૦૧૫ સુધી ચાલશે.

Comments

comments


5,021 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 2