હ્રદય રોગથી દૂર રહેવા માટે અપનાવો આ સરળ ઘરગથ્થુ ઉપચારો

આજના સ્ટ્રેસફુલ જીવનમાં હાઈબ્લડ પ્રેશર અને હ્રદય રોગની બીમારી સામાન્ય થઈ ગઈ છે. પરંતુ જો તમે આ પ્રમાણેના રોગથી દૂર રહેવા માગતા હોવ અથવા તમારી આ બીમારીમાં નિયંત્રણ મેળવવા માગતા હોવ તો આ ઘરગથ્થું ઉપચારો અપનાવો

healthy_heart

  • જમ્યા બાદ કાચા લસણની બે કળીઓ ચાવીને ખાઈ લો આપનું બ્લ્ડ પ્રેશર કાબુમાં રહેશે અને હ્રદયનાં ધબકારા પણ નોર્મલ રહે છે.
  • હૃદયની બીમારીવાળી વ્યક્તિએ ટામેટાં ખાવાં. તેમાં વિટામિન ‘સી’ અને ‘એ’ તથા પોટેશિયમ પૂરતા પ્રમાણમાં મળે છે.
  • તરબૂચના બીયા અને ખસખસ મેળવી તેને પીસી લો અને દરરોજ સવાર-સાંજ એક એક ચમચી ખાલી પેટ લેવાથી બ્લ્ડ પ્રેશર કાબુમા રહેશે.
  • મેથીના દાણાનું ચુરણ બનાવી દરરોજ ખાલી પેટ એક ચમચી લેવાથી બ્લ્ડપ્રેશરથી બચી શકાય છે અને જો બીમારી હોય તો તેને પર કાબુ રહે છે.
  • ધબકારાનું પ્રમાણ ઘટાડવા માટે ગાજરનો રસ પીઓ. ગાજરને સલાડના રૂપમાં પણ લઇ શકાય.
  • કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા દૂધીનો રસ કાઢી, ફુદીનાનાં ચાર પાન, તુલસીનાં બે પાન નાખી દિવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.
  • દ્રાક્ષ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબીટિઝનું જોખમ ઓછું થઈ જાય છે.
  • ડુંગળીનો પ્રયોગ સલાડ તરીકે કરી શકાય છે. તેના પ્રયોગ થી લોહી નો પ્રવાહ ઠીક રહે છે, નબળાં હ્રદય વાળા જેને ગભરામણ રહેતી હોય તે અથવા તો હ્રદય ના ધબકારાં વધી જતાં હોય તેવાં લોકો માટે ડુંગળી બહુ જ ફાયદાકારક છે.

Comments

comments


5,922 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 0