હું તો જાણું છુ ને

I know I am!

સવારના નવ વાગ્યાની આસપાસ નો ટાઇમ હતો. પોતાના હાથ ના અંગુઠા પર લીધેલા ટાંકા કઠાવવા માટે એક દાદા પરદેસના એક નર્સિંગહોમના વેઇટીંગરૂમમાં બેઠા હતા. ડયૂટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હતી. પોતે ઉતાવળમાં છે તેવું દાદા એ નર્સને એકાદ- બે વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથ માં લીધો. દાદાના અંગુઠા પરનો ધા જોયો, બધી વિગત જોય . તે પછી એ નર્સે અંદર જઈ ડોક્ટર ને જાણ કરી. ડોકટરે દાદા ના ટાંકા કાઢી નાખવાની નર્સ ને સુચના આપી.

નર્સે દાદા ને ટેબલ પર સુવડાવ્યા, પછી પૂછ્યું ‘દાદા ! તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું ? કોઈ બીજા ડોક્ટરને બતાવવા જવાનું છે ?’

‘ના બહેન ! પરંતુ ફલાણા નર્સિંગહોમમાં મારી પત્ની ને દાખલ કરી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે. છેલ્લા પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતુટ ક્રમ રહ્યો. છેલ્લા પાંચ વરસથી એ નર્સિંગહોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.

‘પાંચ વરસથી ? શું થયું છે એને ?’ નર્સે પૂછ્યું.
‘એને સ્મૃતિભ્રંશ – અલ્ઝાંઈમર્સનો રોગ થયો છે’. દાદા એ જવાબ આપ્યો

મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એકાદ ટાંકાનો દોરો ખેચતી વખતે દાદાથી સહેજ સિસકારો થાય ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા લાગ્યું.

નર્સે ફરીથી વાત શરુ કરી, દાદા ! તને મોડા પડશો તો ‘તમારા પત્ની ચિંતા કરશે કે તમને ખીજાશે ખરા ?’

દાદા બે ક્ષણ નર્સ સામે જોય રહ્યા. પછી બોલ્યા, “ના ! જરા પણ નહિ. એ ચિંતા પણ નહિ કરે અને ખીજાશે પણ નહિ, કારણ કે છેલ્લા પાંચ વર્ષથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઈ છે. એ કોઈ ને ઓળખતી જ નથી. હું કોણ છુ એ પણ તેને ખબર નથી !”

નર્સ ને અત્યંત નવાઈ લાગી. એનાથી પુછાય ગયું, દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી તેના માટે તમે છેલ્લા પાંચ વરસથી નિયમિત નર્સિંગહોમમાં જાઓ છે ? તમે એટલી બધી કાળજી લ્યો છો, પરંતુ તેને તો ખબરજ નથી કે તમે કોણ છો ?’

દાદા એ નર્સ નો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું, ‘બેટા ! એને ખબર નથી કે હું કોણ છુ, પરંતુ મને તો ખબર છે કે એ કોણ છે ?’

દાદાની આંખોના ખૂણામાં ભીનાશ આવી ગઈ અને નર્સ ની આંખો માં આંસુ !

*************************

************************

સાચો પ્રેમ એટલે.… સામી વ્યક્તિનો જેમ છે તેમ સંપૂર્ણ સ્વીકાર, એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર, જે હતો એનો સ્વીકાર, જે છે એનો સ્વીકાર, ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કઈ પણ નહિ હોઈ તેનો પણ સ્વીકાર !

Comments

comments


4,966 views

Leave a Reply

Your email address will not be published.


× 7 = 28