લેહ ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના લદ્દાખ ક્ષેત્રના બે જીલ્લામાંથી એક છે. લેહ ૪૫,૧૦૦ વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલ છે. આને બરફનું ક્ષેત્ર માનવામાં આવે છે. લેહ રૂટ દુનિયાભરના પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
લેહમાં ફક્ત ભારતીય જ નહિ, વિદેશીઓ પણ આવે છે. અહી તમે બાઈક રાઈડીંગની મજા ઉઠાવી શકો છો. લેહ પહેલા પર્યટકો માટે સુવિધાજનક સ્થાન નહોતું, ટ્રેકિંગ અને રોમાંચક યાત્રા કરવા માટે લોકો પોતાના સાધનો લઈને આવતા હતા. પણ હવે તેવું નથી. હાલમાં અહી બધી ફેસીલીટીઓ તમને મળશે.
લેહમાં ‘શાંતિ સ્તૂપ’ ખુબ જ ફેમસ છે. લેહના રસ્તાઓ ભારતના આંતરિક ભાગોમાં આવે છે. અહી ઘણા બધા મઢો છે. લેહની ઉત્તર દિશામાં શંકર મઢ છે. અહી બોદ્ધ ઘર્મની એક મોટી આકૃતિ છે જેમાં હજાર માથાઓ દર્શાવ્યા છે. લેહની ઘાટીમાં બનેલ આ મઢો ખુબજ સુંદર દેખાય છે.
લાલ ટોપી સંપ્રદાય દ્વારા સોળમી સદીમાં નિર્મિત ‘ગોમ્પા’ મઢ મા ખુબજ સુંદર આકૃતિઓ અને મૂર્તિના સ્ક્રોલ છે. લેહના પૂર્વ ભાગમા જાપાની મંદિર છે, જેણે વીસમી સદીમાં જાપાનીઝ લોકોએ બનાવ્યું હતું.
અહી બોદ્ધ ઘર્મના બધા ઉત્સવોને ધામધુમથી ઉજવવામાં આવે છે. અહીના મઢોની દીવાળો પર બોદ્ધિક તંત્ર સાથે જોડાયેલ ચિત્ર બનેલ છે. લેહ ઇન્ડસ નદીના કિનારે કરાકોરમ અને હિમાલયની શૃંખલાઓની વચ્ચે બનેલ છે. અહી તમને મોટાભાગે ભેખડો (શીલા, ચટ્ટાનો) જોવા મળશે.
લેહમા રહેલા સ્થાનિકો મોટાભાગે ફળોનો ખેતી કરે છે. આ જગ્યા એડવેન્ચરથી પણ ભરપુર છે. તમે અહીના ગગનચુંબી પર્વતો પર ટ્રેકિંગ કરી શકો છો. આ સિવાય અહી ઐતિહાસિક ઈમારતો પણ તમે જોઈ શકશો. અહી મોટાભાગે તમને સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલ વાસ્તુઓ જોવા મળશે.