આમ તો લગભગ બધા જ લોકો ધર્મશાળા વિષે જાણતા જ હશે, કેમકે અહી ક્રિકેટ પ્રેમીઓ માટે સ્ટેડીયમ છે. ક્રિકેટ સ્ટેડીયમ સિવાય પણ ધર્મશાળામાં ઘણું બધું જોવાલાયક છે. ધર્મશાળા સમુદ્રતળથી ૧૨૫૦ મીટર અને ૨૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલ છે. આ આધ્યાત્મિકતા નું પણ કેન્દ્ર છે.
ધર્મશાળા પોતાની પ્રાકૃતિક સુંદરતાને કારણે વિખ્યાત છે. આ સંપૂર્ણપણે પર્વતોથી ઘેરાયેલ પર્યટક સ્થળ છે. આની આજુબાજુ પહાડો વિટળાયેલ છે તેથી અહીની વિલીઓ (ખીણો) પણ જોવાલાયક છે. લગભગ હિમાચલ ની બધી જ જગ્યાઓ જોવાલાયક છે તેથીજ પર્યટકો માટે આ હોટ પ્લેસ બનેલ છે.
ધર્મશાળા પોતાની ‘કાંગડા ખીણ’ માટે વિખ્યાત છે. અહી આ ખીણને પર્યટકો વધારે પસંદ કરે છે. અહી એકદમ સુંદર નઝારાઓ દેખાય છે જ્યાં પર્યટકો મસ્ત ફોટોગ્રાફી કરી શકે છે.
ધર્મશાળા ની એકબાજુ પહાડીય વિસ્તાર છે તો બીજી બાજુ શિવાલિક પર્વતમાળા, ધર્મશાળા તિબ્બત ના ઘર્મગુરુ ‘દલાઈલામા’ ના નિવાસ સ્થાન ની સાથે નિર્વાસિત તિબ્બત સરકારનું મુખ્યાલય છે. આની આજુબાજુ અનેક નાના-મોટા પ્રવાસીય ક્ષેત્રો છે.
ધર્મશાળા ની કુલ જનસંખ્યા ૭૦ લાખ છે. અહીના લોકો ખુબ જ દયાળુ હોય છે. ધર્મશાળાને હિમાચલ નું ‘ચેરાપુંજી’ કહેવામાં આવે છે. ઘર્માંશાળામાં ફૂડ તરીકે લોકો અહી ચા, પરોઠા અને આમલેટ ખાવાનું પસંદ કરે છે.
અહીંથી ૮-૧૦ રૂપિયા માં બસ દ્વારા તમે મૈકલોડગંજ માં જઈ શકો છો, જેને ‘મીની તિબ્બત’ કહેવાય છે. અહી તિબેટીય ગુરુ ‘દલાઈલામા’ નું નિવાસ સ્થાન છે. અહી મોટાભાગના લોકો બુદ્ધ ભગવાન ને માને છે. ધર્મશાળા ની પહાડિયોમાં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો.
આનાથી લગભગ ૧૧ કિમી ના અંતરે ‘ડલ’ લેક છે, જે ખુબ જ સુંદર દેખાય છે. અહી ‘સેન્ટ જાન ચર્ચ’ પણ જોવાલાયક છે. આ ચર્ચ પથ્થરોથી બનેલ છે. સમર અને વિન્ટરમાં અહી ઠંડકનો અને મોન્સુનમાં બરફ વર્ષાનો અહેસાસ થાય છે.
ધર્મશાળાથી ૨૫ કિમી ના અંતરે ‘મછરિયાલ’ નામની પ્લેસ છે, જે ‘ગરમ પાણીના ચશ્માં’ માટે અહી પ્રખ્યાત છે. હિમાચલ ના ધર્મશાળામાં જો તમે યાત્રા કરો તો તે તમારા માટે યાદગાર બની રહેશે.