હિંદુ ઘર્મ અનુસાર આ સંકેતો ને માનવામાં આવે છે શુભ શકુન

main-qimg-ae5c1472e68bbbbe5b282a09501eca1a-c

ઘર્મોમાં શકુન અને અપશકુન ની માન્યતા ઓ પ્રાચીન સમયથી ચાલી આવી રહી છે. જ્યોતિશાસ્ત્રમાં પણ આ વિષે જણાવવામાં આવ્યું છે કે કયા સંકેતો ને સારા કહેવાય અને કોને ખરાબ.

શકુન અને અપશકુન પ્રકૃતિથી મળનાર સંકેત છે જે આપણને ભવિષ્યમાં થનાર ઘટનાઓથી સાવધાન કરાવે છે. આ પ્રકારના અમુક સંકેતો પર લોકો વધારે ઘ્યાન નથી આપતા. ભારતીય સંસ્કૃતિમાં શકુન અને અપશકુન ના સંકેતો વેદો, પુરાણો અને ઘાર્મિક ગ્રંથોમાંથી પણ મળી આવે છે.  ઠીક છે, ચાલો જાણીએ કે કોને કહેવાય શુભ શકુન….

*  સૂર્ય નીકળતા પહેલા જો નીલકંઠના દર્શન થાય તો આને ખુબ જ સારો સંકેત માનવામાં આવે છે.

*  સવારે ઉઠતા જ નારીયેલ, શંખ, મોર, હંસ કે સુગંધિત ફૂલો જો જોવા મળે તો આખો દિવસ શુભ બને છે. કોઈને કોઈ જગ્યાએ તમને ચોક્કસ આર્થિક લાભ પ્રાપ્ત થશે.

*  કુતરા ના મોઢામાં રોટલી, માંસ વગેરે ખાતો દેખાય તો મનની ઈચ્છા પૂરી થાય છે.

*  કોઈ જગ્યાએ જતા સમયે જો ગાય પોતાના બચ્ચાને દૂધ પીવડાવતી દેખાય તો આ સંકેતને શુભ મનાય છે.

*  સપનામાં લીલાછમ પ્રાકૃતિક નઝારાઓ દેખાય તો શુભ માનવામાં આવે છે. જો આ હરિયાળી પાણીના કોઈ સ્ત્રોત પાસે હોય તો સૌથી સારો સંકેત માનવામાં આવે છે.

*  સવાર સવારમાં દૂધ દેખાય એ શુભ મનાય છે. જો ઉકળવા મુકેલું હોય અને આ દૂધ ઉભરા આવીને છલકાય તો પણ શુભ જ મનાય છે. આનાથી ઘરમાં શુખ, શાંતિ અને વૈભવ ની ઉન્નતી આવે છે.

*  ઘરેથી નીકળતા સફેદ ગાય દેખાય તો શુભ સંકેત છે.

*  મોર્નિંગ માં વોક કરતા સમયે શેરડી દેખાય તો શુભ સંકેત મનાય છે.

*  સૌભાગ્યવતી મહિલા કે કુવારી કન્યા હાથમાં મંગલ કળશ લઈને જતી હોય તો આને શુભ સંકેત સમજવા.

Comments

comments


9,322 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 10