પૂજા કરતા માટે લોકો જરૂરી એવી બધી જ બાબતો કરતા હોઈએ છે જેનાથી પ્રભુ પ્રસન્ન રહે અને તેમની કૃપા આપણા પણ બની રહે. પણ આવી ઘણી બાબત હોય છે જેના વિષે આપણને ખબર નથી હોતી કે આપણે ભૂલી જતા હોઈએ છીએ.
બધા ના જ ઘરમાં પોતાના આરાધ્યદેવ નું નાનકડું મંદિર હોય છે. જેમાં આપણે દેવ-દેવીઓની પ્રતિમાનું પૂજન કરતા હોઈએ છીએ. ચાલો જાણીએ એ કઈ બાબતો છે જેનું પાલન કરવું અનિવાર્ય છે.
* ઘરના મંદિરમાં લક્ષ્મી દેવીની ફક્ત ૨ જ મૂર્તિઓ હોય છે, ૩ ક્યારેય ન રાખવી.
* બધાના ઘરના મદિરમાં લગભગ શંખ તો હોય છે. પણ આના માટે ૧ ની સંખ્યા જ ઉચિત છે. તેથી મંદિરમાં એક જ શંખ રાખવો. જો વધારે શંખ હોય તો હટાવી દેવા.
* તુલસીના પાન શિવજી, ગણેશજી અને ભેરવજીને ન ચઢાવવા.
* શાસ્ત્રો અનુસાર પવિત્ર તુલસીના પાનને નાહ્યા વગર ન તોડવા. આ રીતે કરેલ પૂજન ભગવાન નથી સ્વીકાર કરતા.
* સૂર્યદેવને શંખમાં નાખી ને અર્ધ્ય ન ચઢાવવું.
* દેવ-દેવીઓનું પૂજન કરવા માટે વાસી નહિ પણ ફ્રેશ ફૂલોનો જ ઉપયોગ કરવું. આ ફૂલને સુંઘવા નહિ.
* તુલસીના પાનને ૧૧ દિવસ સુધી વાસી નથી માનવામાં આવતા. તેથી આના પાન પર તમે દરરોજ શુદ્ધ જળનો છટકાવ કરીને ભગવાનને અર્પિત કરી શકો છો.
* દુર્ગા દેવીને ‘દુર્વા’ (એક પ્રકારનું ઘાસ) ન ચઢાવવું. આને ગણેશજીને અર્પિત કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.
* પૂજા દરમિયાન આપણે જે આસન પર બેસતા હોઈએ તેને પગથી આજુબાજુ ન ફેરવવું. આસનને હાથથી જ ખસેડવું જોઈએ.
* બુધવાર અને રવિવારે પીપળાના વૃક્ષને જળ અર્પિત ન કરવું જોઈએ.
* ઘરમાં પૂજન સ્થળની ઉપર ભંગાર કે વજન વાળી ભારે વસ્તુઓ ન રાખવી.
* ઘરના મંદિરમાં ખંડિત થયેલ ભગવાનની પ્રતિમાઓ ન રાખવી.
* પૂજા દરમિયાન એ વાતનું વિશેષ ઘ્યાન રાખવું કે દિવો ઓલાવવો ન જોઈએ. આનાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું.
* કોઇપણ યંત્ર કે ચક્રની સંખ્યા ૨ ન રાખવી.
* ગંગાજળને તાંબાના વાસણમાં રાખવું પવિત્ર માનવામાં આવે છે.
* કોઇપણ પૂજાની સફળતા માટે દક્ષિણા અવશ્ય ચઢાવવી.
* શાસ્ત્રો અનુસાર એ વ્યક્તિઓ રોગી થાય છે જે એક પ્રગટાવેલ દીપક માંથી બીજો દીપક પ્રગટાવે છે.
* પૂજામાં જે પણ ચોખાનો ઉપયોગ કરો તે અક્ષત તૂટેલા નહિ પણ આખા જ હોવા જોઈએ.
* ચામડાનો બેલ્ટ કે પર્સ પોતાના પાસે રાખીને પૂજા ન કરવી.
* વિષ્ણુની ચાર, ગણેશની ત્રણ, સૂર્યની સાત, દુર્ગાની એક અને શિવની અડધી પરિક્રમા તમે કરી શકો છો.