શુભ પ્રસંગોમાં લોકો કપાળમાં ચાંદલો કરે છે. આને શુભ માનવામાં આવે છે. આ પરંપરા ફક્ત આજકાલથી નહિ પણ પ્રાચીનકાળ થી ચાલી આવે છે. સાધુ-સન્યાસીઓ મોટાભાગે આને ઘારણ કરે છે.
આપણા શરીરમાં સાત સુક્ષ્મ ઉર્જા કેન્દ્ર હોય છે, જે અપાર શક્તિઓનો ભંડાર છે. આ તેમાંથી એક છે. માથાની વચ્ચોવચ લગાવવામાં આવતા ચાંદલાને ‘આજ્ઞાચક્ર’ કહેવામાં આવે છે. હિંદુ ધર્મ અધ્યાત્મની વાસ્તવિક પહેચાન ચાંદલા થી થાય છે.
પુરાણો અનુસાર સંગમ તટ પર ગંગા સ્નાન બાદ ચાંદલો લગાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આને ‘ગુરુ સ્થાન’ પણ કહેવાય છે. આનાથી આખા શરીર નું સંચાર થાય છે. યોગ કરતા સમયે કપાળના આ સ્થાને વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
માથા પર કકું, ચંદન, સિંદુર અને ભસ્મનો ચાંદલો કરવામાં આવે છે. આને લગાવવાથી શાંતિ અને સુકુનનો અહેસાસ થાય છે. ધાર્મિક માન્યાતો અનુસાર આને કપાળની વચ્ચે લગાવવાથી મનુષ્યોના પાપો નાશ થાય છે. આનાથી માનસિક શાંતિ મળે છે. ઉપરાંત જો કોઈને ગ્રહ નડતા હોય તો તે પણ શાંત થાય છે.
માનવીના પુરા શરીરના આ ભાગને સૌથી પવિત્ર માનવામાં આવે છે. કપાળમાં ફક્ત ચાંદલો જ નહિ પણ તેની ઉપર અક્ષત (ચોખા) લગાવવાથી લક્ષ્મી આવે અને સાત્વિક પ્રદાનતા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર કપાળને ચાંદલા વગર ખાલી રાખવું શુભ નથી મનાતું.
વૈષ્ણવ પરંપરામાં ચોસઠ પ્રકાર ચાંદલા બતાવવામાં આવે છે. મનોવિજ્ઞાન અનુસાર આને માથામાં લગાવવાથી મસ્તિષ્ક ને શાંતિ અને ઠંડક મળે છે.