હાસ્ય રમઝટ

હાસ્ય ની રમઝટ

ચોર સૂનસામ રસ્તે એક છોકરીને: એય છોકરી, ચાલ તારાં બધાં ઘરેણાં આપી દે મને… . .

છોકરી: લે, લે, આ બંગડી લે, બુટ્ટી લે, પાયલ લે, ચેન લે, . . લઈ લે બધુ.. . . અને હવે બની જા બૈરું બધુ પહેરીને…. . .

ચોર: સોરી યાર, તું તો બહુ ઇમોશનલ બની ગઈ….


ચંદુ દરજી: મલ્લિકા શેરાવતનો કોન્ફિડેન્સ ખરેખર જબરજસ્ત છે હોં… . .

કનુ ધોબી: કેમ શું થયું? . .

ચંદુ:મારી પાસે આવી એક હાથ રૂમાલ લઈને, અને મને કહે આમાંથી ત્રણ સ્કર્ટ બનાવી આપો… . .

કનુ: હેં……… પછી તેં શું કહ્યું? રૂમાલ પાછો આપ્યો? . .

ચંદ્દુ: નારે, આપણે પણ ગુજરાતી ભાયડા. મેં તો કહ્યું, મેડમ વધેલા કાપડમાંથી બીજું કઈં પણ બનાવી આપું???


સામેથી સુંદર છોકરી આવતી જોઇને તરત જ ચંદુએ આંખ મારી… . . છોકરી (ખિજાઈને બોલી): હું એવી છોકરી નથી, સમજ્યો??? . . ચંદુ: એ બધુ તો ઠીક, પણ ચેક કરવાની મારી તો ફરજ છે ને યાર…


કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો:

જજે રમીલાને પૂછ્યુ: બહેન તમે તમારા પતિ તો બહુ સારા લાગે છે, તમારે છૂટાછેડા કેમ જોઇએ છે?

રમીલા બોલી: “જજ સાહેબ, મારા પતિ ગઈકાલે રાત્રે મોડા દારૂ પી ને આવ્યા હતા. તે આ્વ્યા પછી હું તેમના બૂટ ઉતારીને, કપડાં બદલાવીને પ્રેમથી જમાડ્યા તેમને જ્યારે સૂવડાવવા લઈ ગઈ તો મને કહે કે ‘લીલી તું મને કેટલો બધો પ્રેમ કરે છે.’

જજ બોલ્યા: બસ આટલી વાત માટે તમારે છુટાછેડા જોઈએ છે?

રમીલા બોલી – નહીં સાહેબ, તકલીફ તો એ છે કે મારું નામ લીલી નથી, રમીલા છે.


છોકરીઓનું કઈ નક્કી ના કેવાય
એક છોકરી પોતાના બોયફ્રેંડ સાથે
બગીચામાં બેસી હતી.
એટલામાં છોકરીનો પતિ આવી ગયો અને
તેણે આ બંન્નેને જોઈ લીધા.
છોકરીનો પતિ તેના બોયફ્રેંડને
મારવા લાગ્યો.
છોકરી બોલી : માર સાલાને હજુ માર…
પોતાની બૈરીને ફેરવતો નથી અને
બીજાની બૈરીને લઈને બગીચામાં મોજ
કરે છે.
થોડીવાર પછી તેનો બોયફ્રેંડ
એના પતિને મારવા લાગ્યો…
છોકરી બોલી : માર સાલાને હજુ માર…
પોતે ફરવા લઈ જતો નથી અને બીજાને
લઈ જવા દેતો પણ નથી.!
ખી…ખી…ખી….
આ છોકરીઓનું કઈ નક્કી ના કેવાય ક્યારે
પાર્ટી બદલી નાખે.


 

અમુલ– ધ ટેસ્ટ ઓફ ઇંડિયા
.
.
બબૂલ – ધ પેસ્ટ ઓફ ઇંડિયા
.
.
રાહુલ ગાંધી– ધ વેસ્ટ ઓફ ઇંડિયા
.
.
.
મોદી– ધ બેસ્ટ ઓફ ઇંડિયા
.
.
સોનિયા– ધ ગેસ્ટ ઓફ ઇંડિયા.
.
.
જો જીતે વો સિકંદર,
જો હારે વો જૈલ કે અંદર,
જો યેહ સ્ટેટસ લાઈક કરે ઉસકો
જાદુ કી જપ્પી,
ઔર જો ના કરે ઉસકો.
.
.
.
.
.
.
“આસારામ બાપુ” કી પપ્પી…!!!

 

યુયુયુયુય્મ્મ્મ્મ્મ્મ….!!!


પતિ પત્નીને જ્યારે એક બીજાની ભાષા ના આવડે ત્યારે….

એક ગુજરાતી ભાઇએ હિંદીભાષી છોકરી સાથે લગ્ન કર્યા…

લગ્નનાં બીજા દિવસે પત્નીએ પતિને કહ્યું- સુનતે હો, ડિબ્બે મેં આટા નહીં હૈ….

ગુજરાતી- ડોબી ડબ્બામાં આંટા ના આવે, સીધે સીધો ખોલી નાંખ………………


હેન્ડસમ છોકરો ક્લાસમાં આવ્યો ને છોકરીઓ બેહોશ….

એક હેન્ડસમ છોકરો કોલેજનાં ક્લાસમાં આવ્યો…..

અને બધી છોકરીઓ તેને જોતાં જ દિવાની થઇ ગઇ….
.
.
પછી
છોકરાએ અંદર આવીને કંઇક કહ્યું ને છોકરીઓ બેહોશ…..
.
.
વિચારો છોકરાએ એવું શું કહ્યું હશે….???
.
.
થોડા આઘા ખસોને બહેન, કચરો વાળવો છે…..

બેરોજગારીની હદ થઇ ગઇ..


છોકરો– તું કેટલા વાગે ઉઠે છે?
છોકરી– આપણું કોઇ ફિક્સ નથી, જ્યારે ઇચ્છા થાય ત્યારે સુઇ જવાનું ને જ્યારે મન પડે ત્યારે ઉઠી જવાનું.
છોકરો– નોટી ગર્લ, તું એકદમ મારા કુતરા પર ગઇ છે..!!!


એક ઘર આગળ ફકીર આવીને ઉભો રહ્યો હતો. એક છોકરી બહાર આવી
ફકીરઃ ઉપરવાલે કે નામ પે કુછ દેદો
છોકરી બહાર આવી અને બોલીઃ બાબા, કંઇ નથી, માફ કરો.
ફકીરઃ તારો મોબાઇલ નંબર આપી દે, બાબા દુઆ પણ કરશે અને મેસજ પણ…


ગગો: આ છોકરી કઈ બલા કહેવાય યાર…. . .

ભગો: પૂછ જ નહીં યાર છોકરીઓ વિશે તો યાર….. એને લેવો હોય આઈ ફોન, મોડેલ જુએ સેમસંગ એસ 3, બધી ડિટેલ્સ વાંચે સોની ઇક્સપિરિયાની…. . . અને છેલ્લે ફ્રેન્ડને પૂછે, માઈક્રોમેક્સનો મોબાઇલ કેવો રહેશે?


રમીલા: આજ તો હું નવી રેસિપી શીખી….. . .

રસિલા: મને પણ શીખવાડ ને…. હું આજ જ ટ્રાય કરીશ…. . .

રમીલા: એક બાઉલમાં થોડી દ્રાક્ષ લો, પછી તેમાંથી એક મોંમાં મૂકો, હવે અરિસા સામે જુઓ… . . ડીશ તૈયાર છે… . . લંગૂર કે મૂંહ મે અંગૂર….


એક ગાંડો ભેંસ પર બેસીને ગામમાં ફરવા નીકળ્યો હતો…. . .

બીજો ગાંડો: તને પોલીસ પકડી જશે…. . .

પહેલો ગાંડો: કેમ? . .

બીજો ગાંડો: તેં હેલ્મેટ નથી પહેર્યું ને એટલે….. . .

પહેલો ગાંડો: અરે ઓ ગાંડિયા, પહેલા નીચે જો તો ખરા, આ તો 4 વ્હીલર છે….


બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ ફોન પર રોમેન્ટિક મૂડમાં વાતો કરી રહ્યાં હતાં…. . . .

છોકરો: હાઈ ડાર્લિંગ….. .

છોકરી: હલ્લો, સ્વિટહાર્ટ.. .

છોકરો: શું કરે છે ડાર્લિંગ??? . છોકરી (જરા ઓવર એક્ટિંગમાં): બસ તારી રાહમાં રસ્તો માપુ છું અને સગડી પર દિલ શેકું છું….. .

છોકરો: અચ્છા, તો તો એક કામ કરજે…. . . બરાબર શેકાઇ જાય એટલે ત્રણ પીસ દિલ મસાલો ભભરાવી મોકલી આપજે…..ચટણી સાથે…

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,438 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 4