હાસ્યના હસગુલ્લા – જાણવા જેવું

143713_a

એક ગુજરાતી બદામ વહેચી રહ્યો હતો

સરદારે પૂછ્યું આ ખાવાથી શું થાય?

ગુજરાતી : મગજ તેજ બને…

સરદાર : કેવી રીતે?

ગુજરાતી : સારું, એ જણાવ કે ૧ કિલો ચોખામાં કેટલા દાણા હોય છે…

સરદાર : ખબર નહિ..

ગુજરાતીએ તેને બદામ ખવડાવી અને બોલ્યો.

જણાવતો ૧ ડઝન કેળામાં કેટલા નંગ કેળા હોય?

સરદાર : ૧૨

ગુજરાતી : તો થઇ ગયું ને મગજ તેજ

સરદાર : ૨ કિલો આપ યાર, કમાલની વસ્તુ છે.

********************

ભાઇ અનામતનો વિચાર તો બોલીવૂડ સુધી પહોંચી ગયો

.

.

અમીષા પટેલએ માંગ કરી છે કે તેને બોલીવૂડમાં અનામત મળે, માંગ છે કે… વર્ષમાં ત્રણ ફિલ્મ કરવાની તેને છૂટ મળે અને તે પણ

.

.

ત્રણેય ખાન જોડે….બોલો!!!

********************

ઝરીન, કરીના અને કેટરીના ની ત્વચા આટલી ગૌરી કેમ છે??

.

.

.

.

વિચારો વિચારો…

.

.

કારણ કે ત્રણેયના નામ પાછળ રીન (Rin) આવે છે. અને…

.

“રીન દેતા હૈ ચોંકા દેને વાલી સફેદી” !!

********************

પત્ની : સાંભળ, આજકાલ ચોરીઓ ખુબ થવા લાગી છે…

ધોબીએ આપણા બે તકિયા ચોરી લીધા છે

પતિ : કયા?

પત્ની : એજ જે આપણે શિમલાની હોટેલમાંથી ઉઠાવી લાવ્યા હતા.

********************

ભક્ત : ભગવાન હું પાપી છુ,

મને દુઃખ આપો,

મને દર્દ આપો,

મને કંગાળ કરી નાખો,

મને હેરાન કરો,

મારી પાછળ ભૂત લગાડી દો,

ભગવાન : એય, એક લાઈનમાં બોલને

ઘરવાળી જોઈએ છે.

********************

લોકસભાનો કેમેરામેન પણ

ખુબજ સમજદાર

જેમ જ મોદીએ કહ્યું – ‘અમુક લોકોની ઉમર તો વધે છે

પણ સમજ નહિ’

તેવી જ રીતે કેમેરાનું ફોકસ સીધું રાહુલ ઉપર.

********************

લાલુ : અલ ગગા, વિચાર જો ભેસને

અક્કલ આવી જાય તો શું થાય?

.

.

કાળું : થાય શું, પછી એ જાતે જ દુધમાં

પાણી નાખવા લાગે…!!

********************

એક છોટી સી લવ – સ્ટોરી :

બે પ્રેમી પંખીડા પહાડો માં ફરવા નીકળ્યા …

અચાનક છોકરા ને ઠેસ વાગી ને એના અંગુઠામાં થી દડ દડ કરતુ લોહી વહેતું થય ગયું

છોકરા ને થયું હમણાં એની પ્રેમિકા દુપટ્ટાને ફાડી ને પાટો બાંધશે …

એણે પ્રેમિકા ના દુપટ્ટા સામે જોયું ..

પ્રેમિકા નજીક આવી….એની આંખો માં આંખો નાખી ને બોલી :

” ડાય’નો થા માં …૧૮૦૦ નો ડ્રેસ છે …ને મેચિંગ દુપટ્ટો તો માંડ મળ્યો છે ..છાનોમાનો ખિસ્સામાંથી રૂમાલ કાઢ “

********************

સરદારને સપનામાં એક છોકરીએ ચપ્પલ માર્યું.

બે દિવસ સુધી સરદાર પોતાની બેંકમાં ના ગયો.

કેમકે બેન્કમાં લખ્યું હતું કે…

“હમ આપકે સપનો કો હકીકત મે બદલ દેતે હૈ”.

********************

પત્ની : જાનુ, મારી ત્વચા ખુબ ઓઈલી થઇ ગઈ છે

આનાથી હું કેવી રીતે છુટકારો મેળવો?

પતિ : આ લે Vim Bar ‘ચિકનાઈ હટાયે સબસે તેઝ’

Comments

comments


13,469 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 8 =