ઉંમર વધવાની સાથે લોકોને હાડકામાં દુઃખાવો શરુ થાય છે. આ એક અસહનીય દુઃખાવો છે. મોટાભાગે શરીરમાં પુરતુ પોષણ અને વિટામિન્સ ન મળવાને કારણે આવી સમસ્યા ઉદ્ભવે છે. હાડકાના દુઃખાવો માં ઘણીવાર આંગળીઓના હાડકામાં ખાલી પણ ચડી જાય છે.
* આના ઉલાજ માટે બે ચમચી મધમાં એક ચમચી તજનો ભુક્કો નાખીને સવારે બે ગ્લાસ ગરમ પાણી સાથે પીવો. ચાલવામાં અસમર્થ અને હાડકાના દુઃખાવાથી પીડિત રોગીઓને આ ઉપાયથી એક મહિના સુધી આરામ મળી શકે છે.
* ૧૫ અખરોટની ગીરીને આખી રાત્ર પલાળીને રાખો. સવારે આને ખાલી પેટ ખાવું. આ પ્રયોગથી પણ તમને એક મહિના સુધી આ સમસ્યાથી રાહત મળશે.
* આનાથી બચવા માટે વિશેષજ્ઞો અનુસાર આહારમાં એવા ફળ અને શાકભાજીઓને શામેલ કરો જેમાંથી તમને પૂરતા વિટામીન, એન્ટી ઓક્સીડન્ટ અને પોષ્ટિક તત્વ ઉચિત માત્રામાં મળી આવે. અમુક ખાદ્ય પદાર્થોના સેવનથી અને અમુક બાબતોને ઘ્યાનમાં રાખી આ રોગથી તમે છુટકારો મેળવી શકો છો.
* આના માટે વ્યાયામ કરવો પણ ખુબ જરૂરી છે.
* ઓરેન્જના જ્યુસમાં ૧૧૫ ગ્રામ કોડ લીવર ઓઈલ મેળવીને સુતા પહેલા પીવાથી હાડકાના રોગમાં ફાયદો થાય છે.
* નિયમિત નારિયેળની ગીરી ખાવાથી હાડકામાં મજબૂતાઈ આવે છે.
* મધમાં આદુનો રસ નાખીને પીવાથી હાડકાની નબળાઈ દુર થાય છે.
* હાડકાના દુઃખાવા માં કારેલા ની બનાવેલ વસ્તુઓ ખાવાથી આ દર્દમાં આરામ મળે છે. ઉપરાંત કારેલાના પાનનો રસ કાઢીને જ્યાં દુખતું હોય ત્યાં માલીશ કરવાથી પણ ફાયદો થાય છે.
* એક ચમચી જેટલા અળસીના દાણા સાથે બે અખરોટની ગીરી ખાવાથી આ સમસ્યા દુર થશે.
* આ દર્દને ભગાવવા માટે સૌથી સારો અને ઉત્તમ ઉપાય એ છે કે ગરમ પાણીના ટબમાં બેસીને કસરત કરવી કે પછી એમજ થોડા સમય માટે ગરમ પાણીમાં બેસી રહેવું. અ ઉપાયથી ચોક્કસ પણે તમને રાહત મળશે.