‘હાઉસફુલ’ની આગામી સિરીઝમાં જેક્વેલિન, એમી, એલી અવરામ જોવા મળશે

Housefull 3

હાઉસ ફૂલ-થ્રી’ની સ્ક્રિપ્ટ તૈયાર હોવાની જાહેરાત ગયે વર્ષે સાજિદ નડિયાદવાલાએ કરી હતી. આ ફિલ્મના કલાકારોમાં અક્ષયકુમાર અને રિતેશ દેશમુખ ઉપરાંત અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકાઓમાં છે, જ્યારે દિગ્દર્શક તરીકે સાજિદે આ વખતે સાજિદ-ફરહાદ પર પસંદગી ઉતારી છે.

આ ત્રમ કલાકારો સામે પહેલા કૃતિ સનોતને પસંદ કરવામાં આવી હતી, પરંતુ હવે તેનું સ્થાન નડિયાદવાલાની ‘કિક’ ફિલ્મની હિરોઈન જેક્વેલિન ફર્નાન્ડીસે લીધું છે. યુનિટના એક સૂત્રની વાત સાચી માનીએ તો કરણ જોહરની ફિલ્મ ‘બ્રધર્સ’માં તેની પત્નીની ભૂમિકા ભજવતી જેકીના કામથી પ્રભાવિત થઈને અક્ષયે તેના નામની ભલામણ કરી હતી.

Housefull 3

‘આ ફિલ્મમાં જેકી અક્ષય સાથે રોમાન્સ કરશે. સિંઘ ઇઝ બ્લિન્ગ‘માં કૃતિનું સ્થાન લેનારી એમી જેક્સન અભિષેકની સામે છે, જ્યારે રિતેશ સામે ‘બિગ બોસ‘ની ફેવરીટ એલી અબરામને પસંદ કરવામાં આવી છે,’ એમ સૂત્રે કહ્યું હતું.

દિગ્દર્શક સાજિદ સામજીએ આ ફિલ્મ વિશે વધુ માહિતી આપવાનો ઇન્કાર કરતા માત્ર એટલું જ કહ્યું હતું કે, ‘આ ફિલ્મનું શૂટિંગ જુલાઈમાં શરૃ થશે અને ૯૦ ટકા જેટલી ફિલ્મનું શૂટિંગ લંડનમાં થશે. કારણકે, આ સ્થળ અગાઉ સાજિદ સર માટે લકી સાબિત થયું હતું.’

Housefull 3

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,452 views

facebook share

One thought on “‘હાઉસફુલ’ની આગામી સિરીઝમાં જેક્વેલિન, એમી, એલી અવરામ જોવા મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 5