હાઇટ વધારવાના સરળ ઉપાયો, જે તમને ચોક્કસ પસંદ આવશે..

££-Short-and-Tall-Businessmen

સામાન્ય રીતે હાઇટને લઇને લોકો વધારે ટેન્શનમાં હોય છે. મોટાભાગે જોવા મળે છે ઓછી હાઇટ વાળા લોકોને પોતાના જીવનમાં અન્ય લોકોના મુકાબલે અમુક સમસ્યાનો સામનો કરવો પડે છે. આજની લાઈફમાં હાઈટ વધારે ન હોય તો લોકો પોતાની પર્સનાલિટીમાં કઈક કમી અનુભવે છે.

અમુક છોકરા-છોકરીઓ પોતાની ઓછી હાઇટ વાળી ભાવના છુપાવવા માટે લાંબી હિલ્સ વાળી સેન્ડલ અને ચપ્પલ નો ઉપયોગ કરે છે, જેની અસર તેના સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ પડે છે. જોકે, આપણે હમેશા વિચારતા હોઈએ છીએ કે આપણી ઉમર ૧૮ વર્ષની થાય પછી હાઈટ નહિ વધારી શકીએ. જોકે, આ વાત અમુક અંશે સાચી પણ છે. જે લોકો ટેન્ડન છે તે પોતાના હાડકાને એક સાથે વાળી શકે છે. તો આવામાં હાડકા અને કોશિકા પર કામ કરી શકાય છે અને આપણી હાઈટને થોડી વધારી શકીએ છીએ. હાઇટ વધારમાં માટે અહી થોડી જરૂરી ટીપ્સ આપવામાં આવી છે જેનાથી તમે તમારી હાઇટ વધારી શકો છો.

* જો તમારે હાઈટ વધારવી હોય તો વ્યાયામ અને સ્વસ્થ આહાર પર ધ્યાન આપવું જરૂરી છે.

*  લોકો પોતાની હાઇટ વધારવા માટે દવાખાનામાં મળતી દવાનો ઉપયોગ કરે છે, જેના સેવનથી સાઈડ ઈફેક્ટ થાય છે. તેથી આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.

* ખનીજ, હાડકાની પેશીઓની નિર્માણ કરે છે. ખનીજ હાડકાનો વિકાસ અને શરીરના રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. તમારે તમારી લંબાઈ વધારવી હોય તો ખનીજથી ભરપૂર તત્વોનો ઉપયોગ કરવો, જેમકે લીલા કઠોળ, પાલક, બ્રોકૂલી, કોબી, કોળું, ગાજર, મસૂર, મગફળી, કેળા, દ્રાક્ષ અને પીચીસ વગેરેનો ઉપયોગ કરી શકો છો.

* લંબાઈ વધારવા માટે દરરોજ દોડવું, નિત્ય સૂર્યનમસ્કાર, કોઈ વસ્તુ સાથે લટકાઈને પુલ અપ્સ અને તાડાસન કરવા.

* હાઈટ વધારવા માટે એન્ટીબાયોટિક્સ નું સેવન વધારે ન કરવું, નહિ તો આના વધારે સેવનથી હાઈટ સ્થિર પણ થઇ શકે છે.

* વ્યવસ્થિત સુવું કારણકે સુતા સમયે સ્નાયુઓ અને શરીર ફેલાય છે, જેથી બરાબર સુવું.

* તમારા વજન પર નિયંત્રણ રાખો. કારણકે જો તમારું વજન ઓછુ હશે તો તમારી હાઇટ બરાબર નહિ વધે.

* જમીનથી ૭ ફૂંટ એક પાઈપ બાંધો અને તેના પર જેટલું બની શકે તેટલું રોજ લટકાવવું. આમ કરવાથી કરોડરજ્જુના હાડકા ફ્લેક્સિબલ બનશે અને તમારી હાઈટ વધશે.

* કેલ્શિયમ શરીર માટે મહત્વપૂર્ણ ખનીજ છે. આ હાડકાને મજબૂત બનાવે છે. કેલ્શિયમ આપણને દૂધ, ચીઝ અને દહીં વગેરે માંથી મળે છે. ઉંચી લંબાઈ માટે કેલ્શિયમ ખુબ જરૂરી છે.

* ભીંડામાં ફાઇબર વધારે જોવા મળે છે. આમાં વિટામિન્સ અને પોષક તત્વોની સાથે સાથે મિનરલ્સ પણ હોય છે. આના નિયમિત સેવનથી શરીર શક્તિશાળી બને છે. આ ઉપરાંત, આ ગ્રોથ હોર્મોન માં પણ બેલેન્સ જાળવી રાખે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,697 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 7 =