લૉન્ચ થયો Lumia 540, સાથે એરટેલ ડેટા ફ્રી

With high-tech features in the launch of Lumia 540, Airtel Data Free

માઇક્રોસોફ્ટે નોકિયા લુમિયા સીરીઝને આગળ ધપાવતા વધુ એક સ્માર્ટફોનને લૉન્ચ કર્યો છે. કંપનીએ લુમિયા 540 સ્માર્ટફોનને માર્કેટમાં મુક્યો છે. હાઇટેક ફિચર્સ ધરાવતા આ સ્માર્ટફોનની કિંમત 10,199 રૂપિયા રાખી છે.

Lumia 540ના લૉન્ચિંગની સાથે જ કંપનીએ હૈદરાબાદમાં પોતાના પહેલા રિટેલ શૉપનું ઉદઘાટન કર્યું હતું. આ ઓપનિંગ પ્રસંગે સાઉથ ઇન્ડિયા રિઝનના ડાયરેક્ટર ટી.એસ.શ્રીધરે જણાવ્યું કે, આ રિટલ શૉપની સાથે દેશભરમાં અમારા 8,872 સ્ટોર્સ અને 199 કેર સેન્ટર થઇ ગયા છે. આગળ કહ્યું કે, લુમિયા સીરીઝના આ Lumia 540 સ્માર્ટપોનને પહેલા નવી દિલ્હીમાં અને પછી ચેન્નાઇમાં લૉન્ચ કર્યો છે.

ફોનમાં શું છે ખાસઃ

* કંપની Lumia 540ની સાથે 3000 રૂપિયા સુધીની કિંમતનો ડેટા તથા એપ્સ ફ્રી આપી રહી છે.
* કંપની આ ફોનની સાથે એરટેલનો ડેટા, ગીતો, ઓલા અને પેટીએમની ફ્રી એપ્સ આપી રહી છે.

Lumia 540 સ્માર્ટફોનના ફિચર્સની વાત કરીએ તો ફોન વિન્ડોઝ 8.1 સિસ્ટમ સાથે કામ કરે છે. કંપનીનો દાવો છે કે આને જલ્દીથી વિન્ડોઝ 10માં અપગ્રેડ કરી દેવાશે. ફોનમાં ડ્યુલ સીમનો ઓપ્શન છે. ડિસ્પ્લે 5 ઇંચની છે જે 720*1289 પિક્સલ રિઝોલ્યુશન આપે છે. ફોનમાં 1.2 Ghz ક્વાડ-કોર પ્રોસેસર અને 1GB રેમ પણ આપી છે.

With high-tech features in the launch of Lumia 540, Airtel Data Free

મેમરીની વાત કરીએ તો ફોનમાં 8 GB ઇન્ટરનલ મેમરી આપી છે માઇક્રો એસડી કાર્ડની મદદથી 128 GBની કરી શકાય છે.

8 મેગાપિક્સલ રિયર કેમેરાની સાથે 5 મેગાપિક્સલવાળો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. તેમાં LED ફ્લેશ અને ઓટોફોકસના ફિચર્સ પણ આપ્યા છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,454 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 3 =