હસી-હસીને બેવડા વળી જાવ તેવા ‘જોક્સ’ – જાણવા જેવું.કોમ

Love Forever WIFE Yaar… પાર્ટી જોરશોરથી ચાલી રહી હતી… એવામાં પત્ની એ આંગળી ના ઈશારાથી પતિ ને બોલાવ્યો…..

પતિ :- બોલ, શું કામ છે???

પત્ની :- કામ તો કંઈ નથી… આ તો ખાલી આંગળી ની તાકાત ચેક કરતી હતી….

********************

પત્ની :- જાનુ, શું હું તારા સપનામાં આવું છુ?

પતિ :- જરા પણ નહિ

પત્ની :- કેમ?

પતિ :- હું હનુમાન ચાલિસા વાંચીને સુવું છુ.

********************

‘લાઈફ’ ને સુધારવા માટે

એક ‘વાઈફ’ કાફી છે.

પણ ‘વાઈફ’ ને સુધારવા માટે

આખી ‘લાઈફ’ પણ ઓછી છે.

********************

પપ્પા :- આખો દિવસ ફેસબુક ઉપર ચોટી રહે છે,

એ તને રોટલી નહિ આપે,

પુત્ર :- પપ્પા મને પણ ખબર છે કે રોટલી નહિ આપે

પણ રોટલી બનાવવા વાળી તો અહીંથી જ મળશે!

—————-

છોકરી :- કાલે હું તારા માટે રાખડી લાવી હતી,

તે કેમ નો બંધાવી?

છોકરો :- જો હું કાલે તારા માટે મંગળસૂત્ર લાવું તો,

તું બાંધવા દઈશ કે શું??

********************

પતિ :- દરરોજ સવારે જયારે મારી આંખો ખુલે છે ત્યારે

હું એ જ પ્રાર્થના કરું છુ કે ભગવાન બધાને તારી જેવી પત્ની આપે!

પત્ની :- (ખુશ થતા) શું!

પતિ :- હા……… હું એકલો જ કેમ દુખી રહું?

********************

માર્ક ઝુકરબર્ગ એ એક દુનિયામાં

એવો માણસ છે

.

.

.

જેની માં કહે છે

.

.

.

બેટા તું ટાઇમ પાસ છોડ અને

ફેસબુક ઉપર ધ્યાન આપ..!!

********************

એક કાકા એ રોમેન્ટિક મૂડમાં

કાકીને કહ્યું :- બેબી…

કાકી :- હજી ગયા વર્ષે તો બાબો આપ્યો…

હવે બેબી-બેબી શું કરો છો..!!

********************

પત્ની ને પૈસા અને

પાકીસ્તાન ને સબૂત

જેટલા પણ આપો

ઓછા જ પડે.

********************

પોલીસ :- અમારે તમારા ઘરની તલાશી લેવી છે.

સાંભળ્યું છે કે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી છે

આદમી :- સાહેબ, તમારી ખબર પાક્કી છે… પણ

અત્યારે તે પિયર માં ગઈ છે….

********************

જેઠાલાલ :- અરે, દયા રાત્રે મોબાઈલ ને ચાર્જીંગમાં ન મુક્યા કર,

બ્લાસ્ટ થઇ જશે….

દયા :- અરે ટપુના પપ્પા, ટેન્સન નહી લેતા…

મે બેટરી કાઢી નાખી છે…

********************

જમાનો આજે ક્યાંથી ક્યાં સુધી પહોચી ગયો

3G, 4G, 5G

પણ જેઠાલાલ હજુ સુધી એક જ

જગ્યા પર અટકેલો છે

બબીતાG

********************

મેરીડ આંટી :- પંડિત જી, મારા પતિ હમેશા મારી સાથે ઝગડો કરતા રહે છે

ઘરની સુખ-શાંતિ માટે કયું વ્રત રાખું?

પંડિત જી :- ‘મોન વ્રત’ રાખ, બેટા બધું જ ઠીક

થઇ જશે.

********************

છોકરીના મૃત્યુ પછી તેની ફ્રેન્ડ તેના બોયફ્રેન્ડ

ની પાસે ગઈ અને બોલી

શું હું તેની જગ્યા લઇ શકું છુ?

.

જબરદસ્ત જવાબ

બોયફ્રેન્ડ :- મને કઈ પ્રોબ્લેમ નથી

કબ્રસ્તાન વાળાને પૂછી લે….

********************

હાહાહા….

આ તો બધા જ આદમી નું સપનું હોય છે…

૭ આકડાની સેલેરી,

૬ આકડામાં બચત,

૫ બેડરૂમનું ઘર,

૪ પૈડાની ગાડી,

૩ અઠવાડિયાની છુટ્ટી,

૨ ક્યુટ બાળકો……….. અને

જે બધા પતિ ઈચ્છાતા હોય છે તે

૧ મૂંગી પત્ની.

Comments

comments


27,171 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 10